<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

મીઠાપુર ટાટા કેમિકલ્‍સે સ્‍વ.કે એસ સોમશેખરન નાયરની યાદમાં ૨૩મી ઓખામંડળમાં સાયકલોથોન યોજી

(દિવ્‍યેશ જટણીયા દ્વારા)  મીઠાપુર તા. ૨૦ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઔદ્યોગિક શહેર મીઠાપુર ખાતે ગત તારીખ ૧૭ નવેમ્‍બર ને રવિવાર નાં રોજ ટાટા કેમિકલ્‍સ દ્વારા શ્રી કે એસ સોમશેખરન નાયર મેમોરિયલ ઓપન ઓખામંડળ સાયકલોથોન ની ૨૩ મી એડીશન નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્‍યું હતું.આ પહેલ દ્વારા કંપની એ ફિટનેસ અને સામુદાયિક ભાવના ની ઊજવણી કરતાં ટાટા કેમિકલ્‍સ નાં કર્મચારીઓ અને સ્‍થાનીક રહીશોને એક કર્યા હતાં.આ કાર્યક્રમ એ સોમન નાયર તરીકે ઓળખાતા સ્‍વ. શ્રી કે એસ સોમશેખરન નાયર ને શ્રદ્ધાંજલિ હતી જેમણે ૧૯૮૪ થી ૧૯૮૭ સુધી મીઠાપુર પ્‍લાન્‍ટ ખાતે એસ્‍ટેટ અને સિકયોરિટી ઓફિસર તરીકે સેવાઓ આપી હતી. ટાટા કેમિકલ્‍સ ટાઉનશિપ માં યોજાયેલી આ સાયકલોથોન માં બે રેસ કેટેગરીઝ હતી. ૪૨ કીમી એંડ્‍યુંરન્‍સ રેસ અને ૧૪ કીમી સ્‍પ્રિન્‍ટ. ભારતીય સમય મુજબ સવારે ૬.૦૦ વાગ્‍યે પ્રારંભ થયેલી આ ઇવેન્‍ટ માં મોટાપાયે લોકોએ ભાગ લીધો હતો જેમાં દરેકે હેલ્‍થ અને વેલનેસ માટે ભારે ઉત્‍સાહ અને પ્રતિબદ્ધતા દર્શાવી હતી. દરેક સ્‍પર્ધકને ફિનીશર મેડલ, ટી શર્ટ, ટાઈમિંગ બીબસ, હાઈદ્રેશન સપોર્ટ અને પોષક નાસ્‍તો સહિત રેસ માટે જરૂરી તમામ વસ્‍તુઓ આપવામાં આવી હતી જેનાં પગલે આ એક યાદગાર અને ખુબ સારી રીતે સમર્થિત ઇવેન્‍ટ બની હતી સાયકલોથોન માં ૧૧૦ ટાટા કેમિકલ્‍સ કર્મચારીઓ સહિત ૨૧૨ લોકોએ ભાગ લીધો હતો. શ્રી પ્રતાપ માણેકે ૧ કલાક ૨૪ મિનિટ અને ૧૩ સેકન્‍ડ માં ૪૨ કીમી રેસ પૂરી કરીને પહેલું સ્‍થાન મેળવ્‍યું હતું. તેમનાં પછી ભાવેશ સુમાણીયા અને ઈમ્‍તિયાઝ રાજા અનુક્રમપ્રથમ અને બીજા રનર્સ અપ રહ્યા હતા. ટાટા કેમિકલ્‍સ લિમિટેડ નાં ચીફ મેન્‍યુફેકચરિંગ ઓફિસર શ્રી એન કામથે જણાવ્‍યુ હતું કે શ્રી એસ સોમશેખરન નાયર ની પ્રતિબદ્ધતા અને પ્રામાણિકતા મીઠાપુર સમુદાય ન પે્રરિત કરી રહી છે.આ સાયકલોથોન ન કેવળ તેમની યાદ નું સન્‍માન છે પરંતુ હેલ્‍થ અને ફિટનેસ નાં મહત્‍વ ને પ્રમોટ પણ કરે છે. અને સમુદાય તરફ થી મળેલા ઉત્‍સાહભેર પ્રતિસાદ બદલ આભારી છીએ જે આ ઇવેન્‍ટ ની સફળતા માટે જરૂરી હતો.

(10:06 AM IST)