<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

સોમનાથમાં ગૌશાળા માટે જગ્‍યા ન ફાળવાય તો કોળી સમાજનું મહાસંમેલન

સોમનાથ વેણેશ્વર ગૌ શાળા ડીમોલેશન રોકવા હજારો યુવાનોની બાઈક રેલી યોજાઇ : છ કીલો મીટર સુધી એક સાઈડ રોડ જામ : જગ્‍યા ફાળવવામાં નહી આવે તો ગુજરાતભરમાંથી કોળી સમાજ બે લાખ લોકોને ભેગા કરવામાં આવશે : વિમલ ચુડાસમા

  (દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૦: સોમનાથ વણેશ્વર ગૌશાળા ડીમોલેશન તેમજ રામદેવપીર મંદિર ની જગ્‍યા માટે સોમનાથ થી વેરાવળ પ્રાંત અધિકારી સુધી હજારો યુવાનો ગૌભકતોની મોટરસાઈકલ રેલી યોજાયેલ હતી આ રેલી ને પહોચતા ૩ કલાક લાગેલ હતી બે કીલોમીટર લાંબી રેલીમાં ન્‍યાય આપો ના નારા સાથે આખો રોડ ગુંજી ઉઠેલ હતો પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપતા કોંગ્રેસના ધારાસભ્‍ય એ વિમલ ચુડાસમા એ જણાવેલ હતું કે જયાં સુધી લેખીત ખાત્રી નહી મળે ત્‍યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે તેમજ જરૂર પડશે તો ગુજરાતભર ના કોળી સમાજના લોકો તેમજ ગૌભકતો સોમનાથ બે લાખથી વધુ સંખ્‍યામાં ઉમટી પડશે.

સોમનાથ વેણેશ્વર રોડ ઉપર સેવાભાવી યુવાનો દ્વારા ચાલતી ગૌ શાળા તેમજ તેમની બાજુમાં રામદેવપીર નું નાનુ મંદિર છે તે ડીમોલેશન કરવામાટે તજવીજ હાથ ધરાતા ચાર દિવસ થી કોળી સમાજ તેમજ ગૌભકતો આંદોલન ઉપર છે આજે સવારે ૧૧ વાગ્‍યે હજારોની સંખ્‍યામાં યુવાનો તેમજ ગૌભકતોની મોટરસાઈકલ રેલી નિકળેલ હતી બે કીલોમીટર લાંબી આ રેલી માં ન્‍યાય આપો ના નારા ગુંજતા હતા પ્રાંત અધિકારી વેરાવળ ને કોંગ્રેસ ના ધારાસભ્‍ય વિમલભાઈ ચુડાસમા તથા કોળી સમાજના અનેક આગેવાનો દ્વારા આવદન પત્ર આપેલ હતુ તેમાં જણાવેલ હતું કે તા. ૩૧/૮/૧૯૯૩ ના રોજ ઠરાવ કરેલ હતો તેમાં રામદેવની મહારાજનું મંદિર તેમજ અપંગ બિમાર,નિરાધાર ગૌમાતા ની સેવા કરવા માટે જગ્‍યા ફાળવેલ હતી વર્ષોથી સેવા થઈ રહેલ છે.

કોંગ્રેસના ધારાસભ્‍ય વિમલ ચુડાસમા કોળી સમાજના આગેવાનો ગૌભકતોએ પ્રાંત અધિકારીમાં પત્રકારોને જણાવેલ હતું કે આ ગોશાળા ની જગ્‍યા કે રામદેવપીર નું મંદિર હટાવવા દેવામાં આવશે નહી જો માંગણો સંતોષવા નહી આવે તો કાળા વાવટા ચિંતન શીબીરમાં ફરકાવવામાં આવશે તેમજ ગુજરાતભરમાંથી કોળી સમાજના પરીવારો તેમજ ગૌભકતોને સોમનાથ બોલાવી મોટ જનઆંદોલન કરવામાં આવશે તેમાં બે લાખ થી વધુ લોકો જોડાશે.

કોળી સમાજના યવાનો ગૌભકતોએ પ્રતિજ્ઞા કરેલ હતી કે કોઈપણ સંજોગોમાં માંગણી પુર્ણ થવી જોઈએ જે પણ કરવું પડશે તે કરવામાં આવશે ૩ કલાક સુધી રેલી સોમનાથ થી વેરાવળ સુધી મોટરસાઈકલમાં આવેલ હતી પ્રભાસપાટણ પી.આઈ પટેલ,વેરાવળ પી.આઈ ગૌસ્‍વામી,એલસીબી જાડેજા સહિત તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓએ ચુસ્‍ત બંદોબસ્‍ત જાળવેલ હતો.

(10:36 AM IST)