News of Wednesday, 20th November 2024
ભાવનગરમાં કચરાના ઢગલામાંથી રૂા.૫૦૦ના દરની ૯૫ નકલી નોટ મળી

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૦ : ભાવનગર શહેરના રોયલ કોમ્પલેક્ષના બેઝમેન્ટના કચરાના ઢગલા માંથી રૂપિયા ૫૦૦ના દર ની ૯૫ નકલી નોટ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
૫૦૦ના દર ની ૯૫ ઝેરોક્ષ અથવા પ્રિન્ટ કરેલ નોટ મળી આવતા જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલ ,એસ.ઓ.જી. પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે નકલી નોટ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે
શહેરના નવાપરા વિસ્તારના રોયલ કોમ્પ્લેક્ષને પ્રિન્ટિંગના હબ તરીકે ઓળખવામાં આવે છે. અહીં વિવિધ છાપકામ કરવામાં આવે છે. આ વિસ્તારની આસપાસ ભારતીય બનાવટની નકલી ચલણી નોટોનો જથ્થો કચરા સાથે રસ્તા પર રઝળતો જોવા મળ્યો હતો. આ મામલે હાલ ભાવનગર એસઓજીની ટીમ એ તપાસ શરૂ કરી છે કે, રસ્તા પર રઝળતી આ નોટ કયાંથી આવી હુબહુ અસલ દેખાતી એવી નકલી ચલણી નોટનું છાપકામ કયાંથી અને કોના દ્વારા કરવામાં આવ્યું હતું?
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના એક દિવસ પહેલાં એટલે કે સોમવારે મહારાષ્ટ્રના સેન્ટ્રલ ક્રાઈમ યુનિટ દ્વારા મૂળ ભાવનગરના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. ૧૯ વર્ષનો મૂળ ભાવનગરના રહેવાસી આર્યન જાબુચા પાસેથી ૫૦૦ રૂપિયાની ૧૦,૩૫૨ નકલી ચલણી નોટ મળી આવી હતી. આર્યન પકડાયો તેના બીજા જ દિવસે ભાવનગરમાં રસ્તે ૫૦૦ રૂપિયાની નકલી નોટો રઝળતા ‘ થઈ રહ્યો છે કે, શું ભાવનગર અને મહારાષ્ટ્ર વચ્ચે આ નકલી નોટો વચ્ચે કંઈ કનેક્શન હશે? શહેરમાં આ બનાવે ચકચાર મચાવી છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
