તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Wednesday, 20th November 2024
ઠંડીમાં વધારો યથાવતઃ નલીયા ૧૪.૧, જામનગર ૧પ ડીગ્રી લઘુતમ તાપમાન
લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગ્યોઃ જો કે બપોરે હજુ ગરમી યથાવત

રાજકોટ, તા., ૨૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે ઠંડીમાં વધારો થઇ રહયો છે. અને દરરોજ લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતો જાય છે. આજે કચ્છના નલીયામાં ૧૪.૧ ડીગ્રી, જામનગર ૧પ, પોરબંદર ૧પ.૮, રાજકોટમાં ૧૬.૪ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી દરરોજ મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડક સાથે શિયાળા જેવું વાતાવરણ છવાઇ જાય છે. અને લોકોને ગરમ વષાો પહેરીને બહાર નિકળવું પડે છે.
જો કે સવારે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે અને બપોરના સમયે ઉનાળા જેવુ વાતાવરણ છવાઇ જાય છે.
બપોરમાં સમયે મહતમ તાપમાનનો પારો અને સાંજના સમયે તથા સવારે લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરે છે. જેના કારણે ઠંડકની અસર વર્તાય છે.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧પ, મહતમ તાપમાન ૩૧.૧, ભેજનું પ્રમાણ પપ ટકા, પવનની ગતી ૩.૮ કી.મી. રહી હતી. (૪.૨૨)
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
અમદાવાદ ૧૮.૬ ડીગ્રી
અમરેલી ૧૬.૪ ડીગ્રી
બરોડા ૧૭.૦ ડીગ્રી
ભાવનગર ૧૯.૦ ડીગ્રી
ભુજ ૧૮.૦ ડીગ્રી
દમણ ૧૮.૮ ડીગ્રી
ડાંગ એન.એ.
ડીસા ૧પ.૯ ડીગ્રી
દીવ ર૦.૦ ડીગ્રી
દ્વારકા ર૦.૯ ડીગ્રી
ગાંધીનગર ૧૭.૪ ડીગ્રી
જામનગર ૧પ.૦ ડીગ્રી
કંડલા ૧૯.૪ ડીગ્રી
નલીયા ૧૪.૧ ડીગ્રી
ઓખા ર૪.૬ ડીગ્રી
પોરબંદર ૧પ.૮ ડીગ્રી
રાજકોટ ૧૬.૪ ડીગ્રી
સુરત ર૧.૦ ડીગ્રી
વેરાવળ ર૧.૪ ડીગ્રી
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
