<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

પડધરી પાસે પ્‍લાસ્‍ટીકના કારખાનામાં લાગેલી આગ ૧ર કલાકે કાબુમાં લાખોનું નુકશાન

સહારા યુનિટ પ્‍લાન્‍ટમાં ફાયરબ્રિગેડની ટીમો અને પોલીસ કાફલો દોડી ગયો'તો

પડધરી પીજીવીસીએલ પાછળ સહારા યુનાઇટ પ્‍લાસ્‍ટીકના કારખાનામાં ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવાયો હતા. (તસ્‍વીર : અહેવાલ : મનમોહન બગડાઇ-પડધરી)

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી, તા. ર૦ :  પડધરી નજીક આવેલ સહારા યુનિટ નામના પ્‍લાસ્‍ટીકના કારખાનામાં કાલે રાત્રીના ૧૦ વાગ્‍યે લાગેલી આગ આજે સવારે ૧ર કલાકની જહેમત બાદ કાબુમાં આવી હતી અને લાખોનું નુકશાન થયું છે.

પડધરી નજીક આવેલા સહારા યુનિટ પ્‍લાન્‍ટ નામના કારખાનામાં આજે રાત્રે દસેક વાગ્‍યે આસપાસ એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. કારખાનાના સંચાલકો દ્વારા તત્‍કાલ ફાયરબ્રિગેડને જાણ કરાતા રાજકોટ ઉપરાંત ધ્રોલ, મોરબી, ટંકારા, શાપર, ગોંડલ ફાયર ફાઇટરો સાથે ફાયરમેન સહિતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે પહોંચી ગયો હતો.

ફુલ અડધો ડઝનથી વધુ ફાયર ફાઇટરો દ્વારા સવાર સુધી આગ બુઝાવવાની કામગીરી જારી રખાઇ હતી. અને આજે સવારે આગ કાબુમાં આવી હતી. આગ લાગતા પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઇ હતી.

(3:40 PM IST)