News of Wednesday, 20th November 2024
ભાવનગરમાં કટલેરીની દુકાનમાં આગ
કટલેરી અને સ્ટેશનરીનો તમામ માલસામાન બળીને ખાક

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૦ : રાધનપુરી મેઈન બજારમાં આવેલી કટલેરીની દુકાનમાં ભયંકર આગ લાગતાં ફાયર બ્રિગેડ ન સ્ટાપે ૮ ગાડી પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
અમિતભાઈ ભાગચંદભાઈ મંગલાણી ની માલિકીની ‘‘જનતા કટલેરી'' નામ ની દુકાનમાં આગ લાગી હતી. આગે ધીરેઘીરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ફાયર બ્રિગેડના સ્ટાફે બનાવ સ્થળે દોડી જઈ ૮ ગાડી પાણી, ૭૦,૦૦૦ લિટર પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગને કાબુ લીધી હતી. આગમાં દુકાનમાં રહેલો કટલેરીનો તથા સ્ટેશનરીનો તમામ માલસામાન બળીને ખાક થઈ ગયો હતો. આથી ભારે નુકસાન થવા પામ્યું છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
