<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

ઉના પંથકમાં દેશી તાડીમાં કેમીકલ ઉમેરીને નશીલા પીણાનું ધુમ વેચાણનો પર્દાફાશઃ ૩ સામે ગુન્‍હો

ભેભાં ગામે મામલતદાર અને પોલીસ ટીમનો દરોડોઃ સફેદ કલરનું તૈયાર ૧૫ લીટર કેફી પીણું અને કેમીકલ ભરેલા બેરલો મળી આવ્‍યાઃ આરોપીઓ ફરારઃ નશાયુકત તાડીનું પ્રવાહી એફએસએલ તપાસ માટે મોકલ્‍યું

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૨૧: તાલુકામાં દેશી તાડીમાં કેમીકલ ઉમેરી  નશા યુકત પીણાનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોવાની મામલતદાર કચેરીમાં ફરિયાદ બાદ મામલતદાર સર્કલ ઇન્‍સ્‍પેકટર તલાટી મંત્રી અને રેવન્‍યુ સ્‍યાટ તથા પોલીસ ટીમે તાલુકાના ભેભાં ગામે દરોડો પાડીને સફેદ કલરનું  પ્રવાહ પીણું અને કેમીકલ ભરેલા  બેરલો જપ્‍ત કર્યા હતા આ નશાયુકત પીણા અંગે એક મહિલા સહિત ત્રણ વ્‍યકિતઓ સામે ગુન્‍હો નોંધ્‍યો છે. આ દરોડા સામે ત્રણેય આરોપીઓ હાજર મળી આવ્‍યા  નહોતા.

ઊના ની મામલતદાર કચેરી મા  થયેલ ફરિયાદ આવેલ કે ઊના તાલુકાના ભેભાં ગામ અને અન્‍ય ગામો માં દેશી તાડી માં કેમિકલ ઉમેરી નશા યુકત તાડી નું મોટા પ્રમાણ માં વેચાણ થતું હોય અને લોકો ના આરોગ્‍ય સાથે ચેડાં કરતા હોય ઊના ના મામલતદાર ડી.કે. ભીમાણી અને સર્કલ ઇન્‍સ્‍પેકટર તલાટી મંત્રી અને રેવન્‍યુ સ્‍ટાફ એ ભેભાં ગામે રેડ કરતા વિનુ ભોળા ભાઈ સોલંકી ના કબજા ભોગવટા મકાન મા તાડી ના નામે સફેદ કલર નું કેફી પીણું ૧૫લીટર અને તેમાં ઉમેરવા માટે સફેદ કલર નું યુરિયા જેવું દાણાદાર કેમિકલ પ્‍લાસ્‍ટિક ના ડ્રમ, ટમલાર, ખાલી બિયર ના ટીન મળી આવતા ઊના પોલીસ સ્‍ટેશન મા મામલતદાર એ ફોન કરી જાણ કરી હતી.

ઊના ના પી.એસ.આઇ. આર.પી. જાદવ અને પોલીસ સ્‍ટાફ સ્‍થળ ઉપર પહોંચી મુદામાલ કબજે કરી આરોપી વિનું ભાઈ ભોળા ભાઈ સોલંકી, ભાવના બેન વીનું ભાઈ સોલંકી, દિનેશ ભોળા ભાઈ સોલંકી રે. તમામ ભેભા તા. ઊના વાળા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. નશા યુકત તાડી નુંપ્રવાહી એફ એસ એલ. માં તપાસ કરવા મોકલી આપેલ હતા. ( નવીનભાઈ. જે .જોશી : ઉના)

(10:10 AM IST)