News of Thursday, 21st November 2024
મોરબીમાં જન્મ-મરણ નોંધણીની કામગીરીમાં લાંબી કતારો અરજદારો પરેશાન
એક જ ઓપરેટરને બદલે મલ્ટી યુઝર લોગ ઇન કરાવી વધુ ઓપરેટર બેસાડવાની માંગ સાથે આમ આદમી પાર્ટીની ચીફ ઓફિસરને રજુઆત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા ૨૧: મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરીયાના માર્ગદર્શન હેઠળ જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા, મોરબી જિલ્લા ઉપપ્રમુખ જસવંતભાઈ કગથરા, મોરબી શહેર પ્રમુખ વિરજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ મગુનીયા રમેશભાઈ સદાતીયા જૈનીથભાઈ ચડાસણીયા દ્વારા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં જણાવાયુ હતું કે અત્યારે નવા આધારકાર્ડ માટે જન્મનાં દાખલામાં ફરજીયાત અરજદારનું આખું નામ હોવું જોઈએ એવાં નીયમ બનાવવાથી જન્મ દાખલામાં સુધારો કરવા અને નવા જન્મ મરણ નોંધણી કરવા માટે અરજદારની લાંબી લાઈનો લાગી છે ત્યારે નગરપાલિકા દ્વારા જન્મ-મરણ નોંધણી માટે સીંગલ યુઝર લોગીનમાં ગોકળગાયની ગતીએ કામ ચાલે છે. તો જન્મ મરણ નોંધણીમાં મલ્ટી યુઝર લોગીન કરી અને એક કરતાં વધારે કોમ્પ્યુટર ઓપરેટરો રાખી અને ઝડપી કામગીરી થાય જેથી કરીને આમ જનતાને હાલાકી નો સામનો ન કરવો પડે તેવી માંગ છે.(
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
