<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

પોરબંદરમાં કોસ્‍ટલ હાફ મેરોથોન તથા સ્‍વીમીંગ-સાઇકલીંગ સ્‍પર્ધા

શ્રીરામ સી સ્‍વીમીંગ કલબનું આયોજન : ઓનલાઇન અને ઓફલાઇન રજીસ્‍ટ્રેશન શરૂ વિજેતાઓને બે લાખ સુધીના ઇનામો ટ્રોફી, ઇ-સર્ટીફીકેટસઃ સ્‍પર્ધાના પ્રારંભે ઝુમ્‍બા ડાન્‍સ તથા ફીટનેસ સ્‍ટ્રેચિંગ કાર્યક્રમ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.ર૧ :  શ્રી રામ સી સ્‍વિમિંગ ક્‍લબ દ્વારા  પોરબંદરનાં આંગણે ‘કોસ્‍ટલ હાફ મેરાથોન - ૨૦૨૪' તા. ૧ ડિસેમ્‍બર, ૨૦૨૪ નાં રોજ યોજવામાં આવશે તેમજ ‘ટ્રાયથોલોન(સ્‍વિમિંગ, સાયક્‍લિંગ અને રનીંગ)' તારીખ ૪, જાન્‍યુઆરી, ૨૦૨૫ નાં રોજ યોજવામાં આવશે તેમજ ‘સ્‍વિમાથોન-૨૦૨૫' તારીખ ૪,૫, જાન્‍યુઆરી, ૨૦૨૫ નાં રોજ યોજવામાં આવશે.

આ ઇવેન્‍ટનું રજીસ્‍ટ્રેશન ઓનલાઇન તથા ઓફલાઇન ચાલુ થઇ ગયું છે. જેમાં ઓનલાઇન રજીસ્‍ટ્રેશન માટે “https:*//aptharacingsolution.com/e/Porbandar-hm-૨૦૨૪-reg” તેમજ ડાઉનલોન SRSSC APPLICATION FROM PLAYSTORE/APP STORE પરથી કરી શકશે.

‘કોસ્‍ટલ હાફ મેરાથોન'નાં રજીસ્‍ટ્રેશનની છેલ્લી તા.૨૪/૧૧/૨૦૨૪ છે તથા ‘ટ્રાયથોલન' તેમજ સ્‍વિમાથોન-૨૦૨૫નું રજીસ્‍ટ્રેશન તા.૧૫/૧૧/૨૦૨૪ થી શરૂ કરવામાં આવેલ છે.

તા. ૦૧, ડિસેમ્‍બર, ૨૦૨૪ ને રવિવારનાં રોજ શ્રી રામ સી સ્‍વિમિંગ ક્‍લબ - પોરબંદર દ્વારા કોસ્‍ટલ હાફ મેરાથોન - ૨૦૨૪ નું આયોજન કરવામાં આવેલ છે. લોકોની આરોગ્‍ય સારું રહે, તંદુરસ્‍ત રહે, નિરોગી રહે અને સ્‍પોર્ટસની મજા માણી શકે તે માટે શ્રી રામ સી સ્‍વિમિંગ ક્‍લબ - પોરબંદર દ્વારા યોજવામાં આવતી આ મેરાથોનમાં ગુજરાત તથા અન્‍ય રાજ્‍યોમાંથી દોડવીરો આ સ્‍પર્ધામાં ભાગ લેવા ઉમટી પડશે. જેમાં ૨ કી.મી. કિડ્‍સ રન, ૫ કી.મી.ફન રન( ચાલવાનુ ), ૫ કી.મી. સ્‍માર્ટ રન (સ્‍પાર્ધાત્‍મક), ૧૦ - કી.મી.ફિટનેશ રન (સ્‍પાર્ધાત્‍મક), ૨૧ કી.મી. હાફ મેરાથોન (સ્‍પાર્ધાત્‍મક) વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ  યોજાશે. આ સ્‍પર્ધામાં પોરબંદર શહેરનાં નગરજનો પણ ખુબ ઉત્‍સાહથી ભાગ લઇ રહ્યા છે.

આ મેરાથોનનો રૂટ ચોપાટી હાથીવાળા ગ્રાઉન્‍ડથી રિલાયન્‍સ ફુવારો, જુનો ફુવારો, કમલાબાગ, વીર ભનુની ખાંભી થી બિરલા ઇન્‍દિરાનગર થી ઓડદર થઇને પરત બિરલા ઇન્‍દિરાનગર વીર ભનુની ખાંભીએથી થઇ પેરેડાઇઝ ફુવારા થી કલેકટરશ્રી બંગલો થી કનકાઇ મંદિરવાળા ગેઇટ થી ચોપાટી થઇને હાથી વાળા ગ્રાઉન્‍ડમાં પરતનો ૨૧ કી.મી. માટેનો રહેશે તેમજ ૧૦ કી.મી.વાળા દોડવીરોએ ઇન્‍દિરાનગર થી પરત થવાનું રહેશે અને ૫ કી.મી.વાળા દોડવીરોએ વીર ભનુની ખાંભી થી પરત થવાનું રહેશે. તેમજ ૨ કી.મી.નો રૂટ હાથીવાળા ગ્રાઉન્‍ડથી કનકાઇ માતાજીનાં મંદિર થઇ ચોપાટી થઇને હાથીવાળા ગ્રાઉન્‍ડે પરત આવવાનો રહેશે.

આ મેરાથોનમાં ૬ વર્ષથી ઉંમરનાં લઇને ૯૦ વર્ષની ઉંમર સુધીનાં દોડવીરો ભાગ લઇ રહ્યા છે જેમાં વિવિધ કેટેગરી વાઇઝ સ્‍પર્ધાત્‍મક દોડમાં દોડવીરો નું ઓનલાઇન તથા ઓફલાઇન રજીસ્‍ટ્રેશન ચાલુ છે અને તેઓ ઉપર મુજબનાં રૂટમાં અલગ અલગ કેટેગરી વાઈઝ દોડ લગાવશે.

દોડવીરોની સુવિધા માટે શ્રી રામ સી સ્‍વિમિંગ ક્‍લબ - પોરબંદર દ્વારા સવારે રીપોટીંગ પુર્ણ થયા બાદ એક્‍સટ્રીમ ફિટનેશ કેર(કેતનભાઇ કોટીયા)ની ટીમ દ્વારા ઝુમ્‍બા ડાન્‍સ સાથે સ્‍ટ્રેચિંગ કરાવવામાં આવશે. રૂટ ઉપર દર ૨ (બે) કી.મી.એ  મંડપો સ્‍વયંસેવકો સાથે ગોઠવવામાં આવેલ છે. જેમાં પાણી, એનર્જી ડ્રિન્‍ક્‍સ પુરતા પ્રમાણમાં મળી રહે તે માટેની વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ છે. તેમજ અમુક અંતરે ડી.જે.ની સગવડતાઓ પણ રાખવામાં આવેલી છે. ગ્રાઉન્‍ડ ઉપર ચા-પાણી તથા નાસ્‍તા ની વ્‍યવસ્‍થા દોડવિરો માટે રાખવામાં આવેલ છે.

આ મેરાથોનને સફળ બનાવવા સહયોગ આપનાર પોરબંદર છાંયા નગરપાલીકા, પોરબંદર પોલીસ,  ઇન્‍ડિયન નેવી, ઇન્‍ડિયન કોસ્‍ટગાર્ડ, જિલ્લા વહીવટી તંત્ર, રોટરી ક્‍લબ ઓફ પોરબંદર તેમજ મેડીકલ સેવાઓ માટે સીવીલ હોસ્‍પિટલ - પોરબંદર, આરોગ્‍ય વિભાગ - પોરબંદર તથા ૧૦૮ ઇમરજન્‍સી- ટીમ સેવા પુરી પાડવામાં આવશે.

પોરબંદર પોલીસ વિભાગ દ્વારા આ મેરાથોનનાં દોડવીરોની સલામતી માટે  ટ્રાફિક કંટ્રોલ તેમજ સુરક્ષાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

 શ્રી રામ સી સ્‍વિમિંગ ક્‍લબનાં સ્‍પોર્ટસ પ્રોગ્રામ યોજવા માટે હરિઓમ આશ્રમ પુ.મોટા સુરત, સૌરાષ્‍ટ્ર સિમેન્‍ટ લી., સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયા, સૌરાષ્‍ટ્ર કેમીકલસ લી. નીરમા ગળપ, બી એન્‍ડ એસ.કેપિટલ( શ્રી ભરતભાઇ હીરજીભાઇ ઠકરાર, યુ.કે), તેમજ અન્‍ય દાતાઓ તરફથી સહયોગ મળતો રહે છે. 

ભાગ લેનાર દોડવીરોને તા.૩૦/૧૧/૨૦૨૪ ને શનિવારનાં રોજ તેમની કીટમાં બીબ, ચેસ્‍ટ નંબર સાથે આગલા દિવસે આપી દેવામાં આવશે. દોડવીરોએ બીબ નંબર ટી-શર્ટમાં લગાવી ભાગ લેવાનો રહેશે તેમજ વિજેતાઓને માટે આશરે ૨.૦૦ (બે લાખ) ના ઇનામો રાખવામા આવેલ છે અને વિજેતાઓ માટે ટ્રોફી, ઇ-સર્ટીફીકેટ અને ફનરન સીવાય ના તમામ દોડવીરો માટે મેડલ તથા ઇ-સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે.

આ ઇવેન્‍ટમાં શ્રી રાહુલભાઇ ડાંગર, રેસ ડાયરેક્‍ટર, રાજકોટ તરફથી ટેકનીકલ એડવાઇઝર તરીકેની સેવા આપશે. તેમજ આલ્‍ફા સોલ્‍યુશન, પુણે (RFID) ની ડીજીટલ ટાઇમીંગ સિસ્‍ટમ સાથે વિજેતાઓનું રીઝલ્‍ટ શીટ તૈયાર થશે.

આ ઇવેન્‍ટને સફળ બનાવવા દોડવીરોને એક મહિનાથી ચોપાટી ખાતે તરૂણભાઇ ગોહેલ(એક્ષ. નેવી ઓફીસર) એ ખુબ સુંદર તાલીમ કેમ્‍પનું આયોજન કર્યું છે.

આ મેરાથોનમાં ભાગ લેનારની મેડીકલ સલામતી માટે જિલ્લા આરોગ્‍ય વિભાગની ટીમ કાર્યરત રહેશે.

દોડવીરોને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે શ્રી રામ સી સ્‍વિમિંગ ક્‍લબે તમામ ઙ્કકારની સુવિધાઓ ધ્‍યાનમાં રાખવામાં આવેલ છે.

જે લોકોનું રજીસ્‍ટ્રેશન બાકી હોય તેઓએ ઓનલાઇન તથા ઓફલાઇન રજીસ્‍ટ્રેશન વહેલાસર કરાવી લેવા જણાવવામાં આવે છે. પોરબંદર જિલ્લાના નગરજનોએ વહેલી સવારે આ મેરાથોન નિહાળવા તથા ભાગ લેવા શ્રી રામ સી સ્‍વિમિંગ ક્‍લબ દ્વારા આમંત્રણ આપવામાં એક યાદીમાં અપાયું છે.

(2:04 PM IST)