<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

પાકિસ્‍તાન જેલમાં કેદ કોડીનારના નાનાવડા ગામનાં માછીમારનું મોત

 

કોડીનાર, તા. ર૧: ભારત-પાકિસ્‍તાનના સમુદ્રીય સિક્રક સિમા જળ વિવાદના કારણે બન્ને દેશોના માછીમારો બોટોમાં માછીમારી કરતા હોય તેવા સમયે પાકિસ્‍તાન મરીન સિકયુરીટી દ્વારા ભારતીય માછીમારો અને તેની બોટો સાથે પકડીને પાકિસ્‍તાન જેલોમાં વર્ષો સુધી રાખવામાં આવે છે. તેમાંથી કેટલાક માછીમારો બીમાર પડી સારવારના અભાવે મૃત્‍યુ ભેટે છે.

હાલમાં પાકિસ્‍તાન જેલમાં ર૧૭ ભારતીય માછીમારો બંધ છે અને છેલ્લા ર૦ર૧ થી યાતના ભોગવી રહીયા છે આમાંથી એક માછીમારનું પાકિસ્‍તાન જેલમાં મૃત્‍યુ થયું છે. જે કોડીનારનાં નાનાવાડાનો હરીભાઇ કરસનભાઇ સોસા (ઉ.વ.૩૮) ની ડેડ બોડી વાઘા બોર્ડર પર આવી રહેલ છે અને તા. ર૩/૧૧/ર૪ આસપાસ તેમના પરિવાર ને અંતિમ વિધિ માટે તેમના ગામે ફિસરીઝ અધિકારીઓ પરિવારને સોંપનાર છે.

(12:00 PM IST)