News of Thursday, 21st November 2024
જસદણ માર્કેટ યાર્ડમાં ભારે હોબાળો :ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં પહેલાં જ બંધ થઇ!
ખર્ચો કરીને આવેલા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીની ના પાડી. ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતાં ખેડૂતોમાં રોષ

જસદણ માર્કેટ યાર્ડમાં બબાલ થઇ છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં પહેલાં જ બંધ થઇ. દસ દિવસથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાની રાહ જોઈ રહ્યા છે. 10 ખેડૂતોને આજે ટેકાના ભાવે મગફળી વેચવા બોલાવાયા હતા. ખેડૂતો વહેલી સવારે મગફળી લઈને માર્કેટ યાર્ડ પહોંચ્યા. ખર્ચો કરીને આવેલા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીની ના પાડી. ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા ખેડૂતોએ APMCના ચેરમેનને ફોન કરી ખખડાવ્યા. ચેરમેન અરવિંદ તાગડીયાએ પોતાની જવાબદારી ન હોવાનું કહેતા વાત વણસી.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
