News of Thursday, 21st November 2024
ગોંડલના રમેશભાઇ રાઠોડે ભુણાવા ગામ પાસે ઝેરી દવાથી જીવન ટુંકાવ્યું
૩ વર્ષની પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં અરેરાટી

(હશેર ગણોદીયા દ્વારા) ગોંડલ, તા.ર૧: ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા ભુણાવા ગામ નજીક ગોંડલનાં પરણિત યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતુ.
મળતી વિગતો મુજબ ગોંડલ ભગવતપરામાં વાછરારોડ પર રહેતા રમેશભાઈ ઘેલાભાઈ રાઠોડ ઉ.વ. ૩૪ વાળાએ ભુણાવા ગામ નજીક આવેલ શિવકાન્ત ગેટ પાસે બપોર નાં સુમારે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પીધા બાદ તેના બહેન એક ને જાણ કરતા તેના બનેવી ઘટના સ્થળે દોડી આવી સારવાર અર્થે ગોંડલ ની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે સુખવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું મળતક યુવકના મળતદેહને પી.એમ. અર્થે શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ જીતુભા વાળા અને રમેશભાઈ વાગડીયાએ વધુ તપાસ હાથ ધરી હતી.
મળતક છૂટક મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે પરીવારમાં પિતા, પત્ની અને દીકરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવ નાં પગલે પાંચ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. રમેશભાઈનાં મળત્યુ ની જાણ સગા સબંધીઓ અને મિત્ર વર્તુળ ને થતા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
