હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૧ : જામનગર જિલ્લાના જોડિયા પંથકના લીંબુડા ગામના ધાર્મિક પટેલ નામના યુવકે બીએસએફની ટ્રેનીંગ પૂર્ણ કરી વતન પરત ફર્યો છે. પિતા મનસુખભાઈ અને માતા ભાવિકાબેનના એકમાત્ર પુત્ર ધાર્મિક ૨૧ વર્ષે બીકોમનો અભ્યાસ પૂર્ણ કરી દેશ સેવા કાજે સૌપ્રથમ સમગ્ર ગામમાંથી બીએસએફમાં જવાનું નક્કી કર્યું અને ૪૪ સપ્તાહની ટ્રેનિંગ પૂર્ણ કરી દેશ સેવા કાજે ફરજ બજાવાના સપથ લઈ સૌપ્રથમ પોતાના માત્ર વતનમાં આવતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામમાં પ્રવેશતાની સાથે જ બેન્ડવાજા દ્વારા વાજતે ગાજતે આ યુવક જ્યારે ઙ્કવેશ્યો ત્યારે શાળાના બાળકોએ પણ તિરંગા સાથે તેમને વધાવ્યો હતો અને માતળભૂમિના વંદન કરી પોતાના પરિવારને ધાર્મિક બીએસએફમાં જોડાઈ મળ્યો ત્યારે લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા.
જામનગરના લીબુડા ગામમાં સૌપ્રથમ બીએસએફમાં જોડાણના ધાર્મિક પટેલ પરિવારમાં ભાઈ બહેનમાં સૌથી મોટો છે. અને તેની બહેન દિયા એ પણ તેના પરિવારની અન્ય બહેનો સાથે ધાર્મિક જ્યારે બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફર્યો ત્યારે સામૈયા કરી ઓવારણાં લીધા હતા.
ધાર્મિક કુમાર પટેલે ગ્લ્જ્ ની વેપન હેન્ડલિંગ, એસોલ્ટ ટ્રેનિંગ, બોર્ડર અંગે તલસ્પર્શી માહિતી ની ખાસ ટ્રેનિંગ, ઓપરેશન વોર અંગેની ખાસ ટ્રેનિંગ મેળવી વિવિધ દોડ તેમજ પરેડ કરી ૪૪ સપ્તાહની ટ્રેનિંગ પૂર્ણ કરી દિલ્હી ૨૫ બટાલિયન માં ૧૬, નવેમ્બર,૨૦૨૪ ના શપથ લઇ લીંબુડા પરત પહોંચ્યો છે અને આગામી ૧ ડિસેમ્બરે દિલ્હી જઈ દેશની બાંગ્લાદેશની અતિ સંવેદનશીલ સરહદ પર સુરક્ષા માટે તૈનાત થનાર છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM