<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

લીંબડીના વિપ્ર પરિવારને ખંભાળીયા પાસે અકસ્‍માતઃ પત્‍નિનું મોતઃ પતિ, પુત્ર-પુત્રી ઘાયલ

બે કાર સામસામી અથડાતા દુર્ઘટનાઃ પરિવારમાં શોક

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૧ :..   લીંબડી દ્વારિકા જિલ્લાના મીઠાપુર ભત્રીજીના લગ્ન પ્રસંગેથી પરત ફરતા લીંબડીના વિપ્રપરિવારને ખંભાળિયા નજીક અકસ્‍માત નડ્‍યો હતો. ક્રેટા અને વેગેન આર કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા પત્‍નીનું મળત્‍યુ થયું હતું. જ્‍યારે પતિ, પુત્ર અને પુત્રી ઘાયલ થયા હતા.

લીંબડી ભોગાવો નદીના કાંઠે જૂની કન્‍યા શાળા બાજુમાં રહેતા ભાવેશભાઈ ગિરિશચંદ્રભાઈ યાજ્ઞિક, પત્‍ની સંગીતાબેન, પુત્ર ણવ અને પુત્રી ઉન્નતિ સાથે દ્વારકા નજીક મીઠાપુર રહેતા નાનાભાઈ સંદીપના પુત્રીના લગ્ન પ્રસંગે ગયા હતા. ભત્રીજીનો લગ્ન પ્રસંગ પૂર્ણ કરી ભાવેશભાઈ પરિવાર સાથે પોતાની વેગેન આર કાર લઈને લીંબડી પરત ફરી રહ્યા હતા. ભાવેશ કાર ચલાવી રહ્યા હતા, પત્‍ની સંગીતાબેન તેમની બાજુની સીટમાં બેઠા હતા.

જામનગર રોડ પર હંજડાપર ગામના પાટિયા પાસે સામેથી તેજ ગતિથી આવતી ક્રેટા કારે ભાવેશની વેગેન આર કારને ટક્કર મારતાં અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં ભાવેશનો પરિવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલોને ખંભાળિયાની સરકારી હોસ્‍પિટલમાં પ્રાથમિક સારવાર આપી જામનગર ખાનગી હોસ્‍પિટલે લઈ જવામાં આવ્‍યા હતા. જ્‍યાં સારવાર દરમિયાન ૫૨ વર્ષિય સંગીતાબેન યાજ્ઞિક મળત્‍યુ પામ્‍યા હતા. અકસ્‍માત સર્જનાર ક્રેટા કારના ચાલક સામે ખંભાળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ છે.

(2:27 PM IST)