<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

જસદણ-વિંછીયા પંથકના ૬૦ ગામોમાં કાલથી પાણી પુરવઠો બંધ રહેશે

રાજકોટ, તા. ર૧: રાજકોટ જિલ્લાના મોઢુકા હેડવર્ક્‍સ ખાતે વિવિધ પાઈપલાઈનની કામગીરી હોવાથી તા. ૨૨ નવેમ્‍બરથી તા. ૨૪ નવેમ્‍બર સુધી શટડાઉન હોવાથી વિંછીયા તાલુકા તથા જસદણ તાલુકાના મોઢુકા હેડવર્ક્‍સ આધારીત વિંછીયા જૂથ અને ભડલી જૂથ હેઠળ ૬૦ ગામોમાં પાણી પુરવઠો બંધ રહેશે, જે રીપેરીંગ કર્યા બાદ કાર્યરત કરવામાં આવશે, તેમ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડની યાદીમાં ઉમેરાયું છે.

(2:44 PM IST)