News of Thursday, 21st November 2024
પ્રેમીપંખીડાનો કૂવામાં કૂદી આપઘાત
મોરબીના જુની પીપળી ગામે બનાવઃ મુળ સમી પાટણની ૧૭ વર્ષની મિત્તલ ઠાકોર અને હારીજ પાટણનો ૧૮ વર્ષનો અંકિત પરમ દિવસે ગૂમ થયા બાદ આજે લાશ મળીઃ

રાજકોટ તા. ૨૧ઃ મોરબીના જુની પીપળી ગામે સેરામીકા ઇન્ડિયન કંપની નજીક ક્વાર્ટરમાં રહેતાં મુળ પાટણ પંથકના યુવાન અને યુવતિ પરમ દિવસે ગૂમ થયા બાદ આજે સવારે પીપળી ગામની સીમમાં આવેલા કૂવામાંથી બંનેને લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બંને પ્રેમમાં પડ્યા હોઇ બંનેના પરિવારજનો ઍક નહિ થવા દે તેવી બીક લાગતાં સજાડે આપઘાત કરી લીધાની શક્યતા પોલીસને જણાઇ છે. બંનેના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડ્યા છે.
જાણવા મળ્યા મુજબ જુની પીપળી ગામે ઇન્ડિયન કંપની નજીક રહેતી મીતલબેન પ્રતાપભાઇ ઠાકોર (ઉ.વ.૧૭-રહે. મુળ રાણાવાડા તા. સમી. જી. પાટણ) તથા તેની બાજુમાં જ રહેતો અીંકત ભલાજી ઠાકોર (ઉ.વ.૧૮-રહે. મુળ નવા બકા ગામ, તા. હારીજ જી. પાટણ) પરમ દિવસે સવારે ઘરેથી નીકળી ગયા બાદ ગૂમ હોઇ પરિવારજનોઍ શોધખોળ આદરી હતી. દરમિયાન આજે આ બંનેની લાશ પીપળી ગામની સીમમાં આવેલા કૂવામાંથી મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
મોરબી તાલુકા પોલીસને જાણ થતાં મૃતદેહોને બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે. આપઘાત કરના મિતલબેન બે ભાઇની ઍકની ઍક બહેન હતી. તેના પિતા કંપનીમાં નોકરી કરે છે. જ્યારે સાથે મોતને ભેટલો અંકિત પોતાના પિતા સાથે કંપનીમાં કામ કરતો હતો. તે ત્રણભાઇ અને ઍક બહેનમાં વચેટ હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હોઇ પણ સમાજ ઍક નહિ થવા દે તેવુ લાગતાં સજાડે આપઘાત કરી લીધો હતો. પોલીસે તપાસ યથાવત રાખી છે. (૧૪.૧૨)રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ પરિવાર ઍક નહિ થવા દે તેવા ભયને કારણે પગલુ ભર્યાની શક્યતા
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
