News of Tuesday, 26th November 2024
જામનગર સમાણા ફૂલનાથ રોડના કામ માટે ૯૪ કરોડ મંજૂરઃ ભુપેન્દ્રભાઇને પૂનમબેન માડમની સફળ રજૂઆત
વિકાસ કામને સૈધ્ધાંતીક રીતે મંજૂરી થતા ગ્રામ્ય વિસ્તારોના લોકોને આવન-જાવનની સુવિધા મળશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૬: જામનગર સંસદીય મતવિસ્તારના જામનગર જીલ્લાના જામનગર-સમાણા ફુલનાથ રોડ ખૂબ જમહત્વનો હોય, જામનગર થી સમાણ-જામજોધપુર જતો આ રસ્તો ખૂબ જ ટ્રાફીક ધરાવે છે, જે રસ્તાની અગત્યતાવ્યાને લઈ આ રસ્તાને ૧૦ મી પહોળો કરી મજબુતીકરણ સાથે સ્ટ્રકચર રીકન્સ્ટ્રકશન સાથે સી.સી. રોડ ના આનુસાંગીકકામગીરી કરવા બાબતે સાંસદશ્રી પૂનમબેન માડમ દ્વારા સરકારશ્રીમાં રજુઆત કરવામાં આવેલ, જે કામ માટેસરકારશ્રીએ રૂા.૯૪.૪૦/- કરોડ ના કામને સૌધ્ધાંતિક મંજુરી આપી છે. આ મહત્વના રસ્તાને માન.મુખ્યમંત્રીશ્રીદ્વારા સૈધ્ધાંતીક મંજુરી મળતા જનસુવિધાના આ મહત્વના રસ્તાના આ કામ માટેની આ ભારપૂર્વકની રજુઆતનેઅનુલક્ષીને આ કામ મંજુર થતા સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભારવ્યક્ત કર્યો છે. સાંસદશ્રીની અસરકારક આ રજુઆત સફળ રહેતા જામનગર સંસદીય મતવિસ્તારના લોકોએ સાંસદ શ્રીપૂનમબેન માડમનો આભાર વ્યક્ત કરેલ છે.
જામનગર સંસદસભ્યશ્રી પૂનમબેન માડમનાપ્રયાસોથી જામનગર સમાણા ફુલનાથ રોડ પહોળો કરી મજબુતીકરણ સાથેના આ કામ માટે રૂા.૯૪.૪૦/- કરોડના રસ્તાના આ વિકાસ કામને સૈધ્ધાંતિક રીતે મંજુર થતા લગત વિસ્તારોના ગામો માટે પરિવહન અને આવન જાવન માટે ખૂબ સાનુકુળતા બની રહેશે. આ માટે સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો છે. તેમ સેક્રેટરી (સંસદસભ્યશ્રી કાર્યાલય) ની યાદીમાં જણાવાયુ છે
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
