<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

સાવરકુંડલા નગરપાલીકા દ્વારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક વેચતા વેપારીઓનું ચેકીંગ

૨૦ કિલો જેટલું પ્‍લાસ્‍ટીક જપ્ત કરી રૂ.૧૪૦૦/ નો દંડની વસૂલાત

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા.૨૬ :  સાવરકુંડલા શહેર ખાતે પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક વેચતા શહેરના અલગ અલગ વિસ્‍તારના વેપારીઓ પર ગઈકાલ બપોરે પાલીકા ની ટીમ ત્રાટકી હતી અને શહેરના  છ જેટલા પ્‍લાસ્‍ટિકના જથ્‍થાબંધ વેપારીઓ ઉપર ધોશ બોલાવી તપાસ કરતા તેઓ પાસેથી ૨૦ કિલો જેટલું પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવામાં આવ્‍યું હતુ તેમ જ તેઓ પાસેથી રૂ.૧૪૦૦/ નો દંડ પણ વસૂલ કરવામાં આવ્‍યો હતો પાલીકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેચતા વેપારીઓ પર ધોષ બોલાવવાના સમાચાર શહેરમાં પ્રસરતા અન્‍ય પ્‍લાસ્‍ટિક વપરાશ કરતા વેપારીઓમાં પણ ફફડાટ વ્‍યાપી જવા પામ્‍યો છે પાલીકા ના ચીફ ઓફિસર શ્રી બોરડે જણાવ્‍યું હતું કે પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક નો ઉપયોગ કરતા વેપારી ઉપર હજુ પણ ચેકિંગ શરૂ રાખવામાં આવનાર હોય પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક વાપરવુ નહી.

(11:33 AM IST)