<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

પાયલોટે ઈમરજન્‍સી બ્રેક લગાવીને ૩ સિંહોને ટ્રેનની હડફેટે લેતા બચાવ્‍યા

ભાવનગર ડિવિઝનના લોકો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૬: ભાવનગર રેલ્‍વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્‍ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્‍યાર સુધીમાં કુલ ૮૯ સિંહોના જીવ બચાવાયા છે.

ડિવિઝનલ રેલ્‍વે મેનેજર  રવીશ કુમારે જણાવ્‍યું કે આજ રોજ લોકો પાયલટ મુકેશ એન. મીના (મુખ્‍યાલય-સુરેન્‍દ્રનગર) અને સહાયક લોકો પાયલટ વેની ડેન (મુખ્‍યાલય-સુરેન્‍દ્રનગર) એ પીપાવાવ સાઇડિંગ- પીપાવાવ સ્‍ટેશન વચ્‍ચે એક સિંહણ અને તેના બે બચ્‍ચાને રેલવે ટ્રેક તરફ આવતા જોયા તો તરત જ તેણે ગુડ્‍સ ટ્રેન કે જે પીપાવાવ પોર્ટથી પીપાવાવ સ્‍ટેશન તરફ જતી હતી તેણે ઇમરજેન્‍સી બ્રેક લગાવીને રોકી દીધી હતી. ટ્રેન મેનેજર (ગાર્ડ) બમ બમ કુમાર (મુખ્‍યાલય-બોટાદ) ને લોકો પાયલોટ દ્વારા જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફોરેસ્‍ટ ગાર્ડ થોડી જ વારમાં ઘટનાસ્‍થળે પહોંચી ગયા અને જોયું કે સિંહો રેલવે ટ્રેક પરથી દૂર હટી ગયા હતા. ત્‍યારપછી જ્‍યારે તમામ સ્‍થિતિ સામાન્‍ય જણાઈ ત્‍યારે ફોરેસ્‍ટ ગાર્ડ દ્વારા લોકો પાઈલટને ત્‍યાંથી જવા માટે કહેવામાં આવ્‍યું હતું. ડિપાર્ચર સિગ્નલ મળ્‍યા બાદ, ટ્રેનને લોકો પાયલોટ દ્વારા ગંતવ્‍ય સ્‍થાન તરફ લઈ જવામાં આવી હતી.

માહિતી મળતાં એડિશનલ ડિવિઝનલ રેલ્‍વે મેનેજર હિમાંશુ શર્મા અને અન્‍ય અધિકારીઓ દ્વારા કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી

(11:35 AM IST)