<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

માર્ચ-ર૦રપમાં વાંકાનેર પાસે શ્રીરામધામમાં પ્રાણ પ્રતિષ્‍ઠા-નવ કુંડી યજ્ઞ

વાંકાનેર પાસેના નિર્માણધીન શ્રીરામધામ ખાતે સમગ્ર ભારતભરના રઘુવંશી પરિવારોનું સ્‍નેહ મિલન યોજાયુઃ રઘુવંશી પરિવારો ઉત્‍સાહભેર ઉમટયાઃ ગોંડલ રામજી મંદિરના ગાદીપતિ પૂજય જયરામદાસજી મહારાજે આશિર્વચન પાઠવ્‍યાઃ ધારાસભ્‍ય તથા શ્રીરામધામના સ્‍વપ્‍ન દ્રષ્‍ટા જીતુભાઇ સોમાણી તથા શ્રીરામધામ ટ્રસ્‍ટ (જાલીડા) ના અધ્‍યક્ષ સ્‍થાને અભૂતપૂર્વ સ્‍નેહમીલન યોજાયુ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૬ :.. વાંકાનેર-ચોટીલા બાઉન્‍ડ્રી નજીક જાલીડા ખાતે સમસ્‍ત રઘુવંશીઓનું કહી શકાય તેવું નિર્માણ થતુ શ્રી રામધામ (છોટી અયોધ્‍યા)ની પવિત્ર પાવનધરા પર શ્રી રામધામના સ્‍વપ્ન દ્રષ્‍ટા અને ગુજરાતના એક માત્ર રઘુવંશી ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી તથા શ્રી રામધામ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ તથા સંતો -મહંતોના અધ્‍યક્ષ સ્‍થાને એક અદ્‌્‌ભૂત રઘુવંશી પરિવારોનું એક સ્‍નેહમીલન યોજાયું હતું.

આ તકે સમગ્ર ભારતભરના રઘુવંશી પરિવારો તેમજ સંતો-મહંતોની પ્રેરક ઉપસ્‍થીતીમાં શ્રી રામધામની પવિત્ર ધરામાં ૪૦૦ વર્ષ પુરાણુ કે જયાં ઋષિમુનિઓએ જયાં તપર્સ્‍યા કરી હતી. ત્‍યાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનું નવિનીકરણ બે કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યુ છે જે પુર્ણતાના આરે છે. જયાં આગામી શિવરાત્રીના પાવન દિને શિવ પરિવારની પુન પ્રાણ પ્રતિષ્‍ઠા તેમજ સમસ્‍ત રઘુવંશી પરિવારોનું આસ્‍થાના કેન્‍દ્ર સમુ શ્રી રામધામ નિર્માણ કાર્યનું ખાતમુર્હુત વિશ્વમાં વસતા રઘુવંશી પરિવારોની તેમજ સંતો-મહંતોની વિશેષ ઉપસ્‍થિતીમાં શાષાોકત વિધી યોજી કરવામં આવશે તો આ પવિત્ર શ્રી રામધામની પવિત્રધરા પર ભારતભરનાં રઘુવંશી પરિવારો જેના સાક્ષી બનશે.

ઉપરોકત ત્રિદીવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા તેમજ શ્રી રામધામ નિર્માણકાર્યનું ખાતમુર્હુત તથા નવકુંડી આગામી તા. ૧૭-૩-રપ થી ૧૯-૩-રપ ના રોજ નિર્માણધીન શ્રી રામધામની પવિત્ર પાવનધરા પર યોજાશે તેવી શ્રી રામધામના સ્‍વપ્ન દ્રષ્‍ટા અને ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણીએ કાર્યક્રમની ઘોષણા કરતા જ સ્‍નેહમીલનમાં ઉપસ્‍થિત તમામ રઘુવંશી પરિવારોએ જય જયશ્રી રામ, જય જયશ્રી જલારામ બાપાના જયઘોષ સાથે તાળીઓના ગળગળાટ સાથે વધાવેલ હતી.

ઉપરોકત ત્રિદીવસીય મહાયજ્ઞ તેમજ શ્રી રામધામ નિર્માણ કાર્યના ખાત મુહુતના આચાર્ય પદે રાજકોટના જાણીતા કૌશીકભાઇ શાષાી તથા તેમની ટીમ સેવા આપશે.

આ તકે સદગુરૂદેવ શ્રી પુજય હરીચરણદાસજી મહારાજ મહારાજના અંતરીક્ષ આશિર્વાદ સાથે ગોંડલ રામજી મંદિરમાં ગાદીપતિ શ્રી પુજય જયરામદાસજી મહારાજનાં મુખેથી ઉપસ્‍થીત તમામ રઘુવંશી પરિવારોને આશિવર્ચન પાઠવવામાં આવ્‍યા હતા.

જયારે આ સ્‍નેહમીલનમાં ભારતભરનાં વિવિધ સેન્‍ટરોમાંથી રઘુવંશી અગ્રણીઓ મહાજન પ્રમુખો, હોદેદારો સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર-ગુજરાત અને કચ્‍છના રઘુવંશી ભાઇઓ-બહેનો સહ પરિવાર ઉત્‍સાહભેર ઉપસ્‍થીત રહયા હતા.

ત્‍યારે અમરેલીથી શ્રી રામધામ ના કન્‍વીનર વિશાલભાઇ સોઢા અને તેમની પુરી ટીમ સાથે તેમજ વેરાવળથી રાકેશભાઇ દેવાણી, અમદાવાદથી મુન્નાભાઇ ઠક્કર, તથા રઘુવંૅશી ક્રાંતી મંચના પ્રમુખશ્રી ડો. ધર્મેશભાઇ ઠક્કર તેમજ અમદાવાદ લોહાણા મહાજન પ્રમુખશ્રી ભરતભાઇ માવાણી, સુરતથી શૈલેષભાઇ સોનપાલ, ગાંધીનગર થી કમલેશભાઇ ઠક્કર, રાજકોટ થી વિ.એચ.પી.ના શાન્‍તુભાઇ રૂપારેલીયા, માણાવદરથી જયદીપભાઇ તન્ના, સુ.નગર થી પુેનિતભાઇ ગોવાણી, જીજ્ઞેશભાઇ ઠક્કર-ગાંધીનગર, ટંકારા થી રીતેષભાઇ ઠક્કર, ગોપાલભાઇ કટારીયા, સુ.નગર થી લોહાણા સમાજના બારોટ નિખીલભાઇ, રાજકોટ થી મેહુલભાઇ નથવાણી, કપીલભાઇ નથવાણી, વિરમગામ થી ધર્મેશભાઇ પુજારા, ભાવેશભાઇ સોઢા, દાવડાભાઇ (નિલમ ચા વાળા), ચોટીલા થી નવિનભાઇ પુજારા, મુકેશભાઇ ખખ્‍ખર, મોરબી થી આનંદભાઇ સેતા, જસદણ થી વિપુલભાઇ વસાણી, વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, ઉ.પ્રમુખ રમેશભાઇ અખેણી, ભોલાભાઇ ઠક્કર, તેમજ વિવિધ શહેરોમાંથી મહીલા અગ્રણીઓમાં શ્રી રામધામ મહીલા મોરચા તથા રાજકોટ જીલ્લા ભા.જ.પ. ના મહીલા મોરચાના પ્રમુખ શ્રી સોનલબેન વસાણી, ભાવનાબેન મીરાણી, રૂપલબેન સુચક, પુનિતાબેન સોમાણી, અવનીબેન બગડાઇ, જાગૃતિબેન ખીમાણી, સોનલબેન સોમૈયા, અલ્‍પાબેન ઠક્કર, સહીતના વિવિધ શહેરોમાંથી અસંખ્‍ય રઘુવંશી પરિવારો પોત-પોતાની ટીમો સાથે ઉમળકાભેર ઉપસ્‍થિત રહયા હતા.

 ઉપરોકત શ્રી રામધામ ની પાવનભુમી પર યોજાયેલ આ સમસ્‍ત રઘુવંશી પરિવારોના સ્‍નેહમીલન સમારંભમાં શ્રી રામધામ ટ્રષ્‍ટ-જાલીડાના ટ્રષ્‍ટીશ્રીઓ શ્રી જીતુભાઇ સોમાણી, હસુભાઇ બગદેવ (રાજકોટ), ગીરીશભાઇ કાનાબાન-વાંકાનેર, અશ્‍વિનભાઇ કોટક-મોરબી, જગદીશભાઇ સેતા, પરેશભાઇ કાનાબાર-મોરબી, ભીખાલાલ પાંઉ-રાજકોટ શૈલેષભાઇ (એસ.પી.), પરેશભાઇ વિઠલાણી, હકાભા (હળવદ) સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતાં.

ઉપરોકત શ્રી રામધામ ખાતેના યોજાયેલ સ્‍નેહમીલનની સંપૂર્ણ વ્‍યવસ્‍થા વાંકાનેર રઘુવંશી સોશ્‍યલ ગ્રુપના નવનિર્મિત પ્રમુખ જીજ્ઞેશભાઇ નાગ્રેચા તથા અમિતભાઇ સેજપાલ, રાજભાઇ સોમાણી, જીતેશભાઇ રાજવીર, હર્ષિતભાઇ સોમાણી, સહિતની ટીમે જહેમત ઉઠાવેલ હતી. તેમજ આ કાર્યક્રમનું સંચાલન શ્રી રામધામના પાયાના પથ્‍થર સમા વિનુભાઇ કટારીયા દ્વારા કરવામાં આવ્‍યું હતું.

(12:02 PM IST)