<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

કેશોદમાં ઓછી ગુણવત્તા, ઓછા વજનના સોનાના દાણા, બુટ્ટીનું વેચાણ કરી છેતરપિંડી

સુરતના ભલાઇ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના ૪ શખ્‍સ સામે પોલીસ ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૬ : કેશોદમાં ઓછી ગુણવત્તા, ઓછા વજનના સોનાના દાણા, બુટ્ટીનું વેચાણ કરી સુરતના ભલાઈ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના ૪ શખસે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

કેશોદના આંબાવાડી વિસ્‍તારમાં રહેતા અને સોની કામ કરતા જીતેશભાઈ જગજીવનભાઈ પૈડા અને અન્‍ય લોકોને ગઈકાલે કેશોદના આંબાવાડી વિસ્‍તારમાં આવેલ જલારામ મંદિરે સુરત ભલાઈ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટમાં કામ કરતા સંદીપ દેવરાજ માણીયા, ખુશાલ દેવરાજ માણીયા, દેવરાજ અરજણ માણીયા અને વિજય ધીરૂ કુકડીયાએ લોભામણી જાહેરાત આપી ખૂબ જ ઓથી ગુણવત્તા તેમજ ઓછા વજનનાં સોનાના દાણા તથા બુટ્ટીઓનું વેચાણ કરી જીતેશભાઈ પૈડા વગેરે લોકો સાથે છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના પગલે પોલીસે ચારેય ઈસમ વિરુદ્ધ જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી વધુ તપાસ હાથ ધરી હતી.

(1:59 PM IST)