<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

સૌરાષ્‍ટ્ર અન્‍ડર ૧૯ વુમન ક્રિકેટ ટીમમાં જૈનાબાદ યુવતીં મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પ્રાપ્ત

 

             વઢવાણ તાઃ૨૬:સુરેન્‍દ્રનગર જીલ્લામાંથી રૂરલ (ગ્રામ્‍ય) વુમન ટીમ વતી રમતી અને શ્રીમતી ઝુબેદા બેગમ હાઈસ્‍કૂલ જૈનાબાદ જેવા છેવાડાના નાના ગામની સ્‍કૂલ માંથી સિઝન બોલ ક્રિકેટની શરૂઆત કરી આજે પાટડી સરકારી વાણિજ્‍ય અને વિજ્ઞાન કોલેજમાં એફ.વાય .બી.એ પાટડીમાં અભ્‍યાસ કરતી મકવાણા (રબારી) નિધીબેન ની સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા રમાડવામાં આવતી જી -૧ અંડર -૧૯ વુમન ક્રિકેટ કેમ્‍પ ટીમમાં પેસ બોલર તરીકે પસંદગી પામેલ છે તેઓ આગામી ૨૬ નવેમ્‍બરના રોજ બરોડા સ્‍ટેટ ક્રિકેટના યજમાન પદે યોજાનારી વુમન ટુર્નામેન્‍ટમાં ચાર સ્‍ટેટ ક્રિકેટ ટીમ ભાગ લેશે જેમાં બરોડા, કેરળ, ગુજરાત અને સૌરાષ્‍ટ્રની ટીમો વચ્‍ચે વનડે ટુર્નામેન્‍ટ યોજાશે રાજકોટ મુકામે એસ. સી. એ સંચાલિત નિરંજન શાહ ઇન્‍ટરનેશનલ ક્રિકેટ સ્‍ટેડિયમ ખાતે હાલ અંડર - ૧૯ ક્રિકેટ કેમ્‍પમાં પ્રેક્‍ટિસ કરી રહી છે.

(1:59 PM IST)