<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

વિરપુર (જલારામ) ક્ષત્રિય ખાંટ રાજપૂત વાડી ખાતે વેલજીભાઇ

સરવૈયાની પ્રતિમાનું અનાવરણ તથા મેરેજ હોલનું નામકરણ કાર્યક્રમ

વિરપુર (જલારામ) તા. ૨૬ : વિરપુર (જલારામ) ગામે ભારતીય જનતા પાર્ટીના જનસંઘ વખતના કાર્યકર અને  ગત વિધાનસભા-૨૦૨૨ ના જેતપુર-જામકંડોરણા શીટના ચુંટણી ઇન્‍ચાર્જ તેમજ જેતપુર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ વેલજીભાઇ સરવૈયાનું આકસ્‍મિક નિધન થયેલ હતું. વેલજીભાઇ સરવૈયાએ પોતાનું સમગ્ર જીવન ભાજપ પાર્ટી માટે તથા ક્ષત્રિય ખાંટ રાજપુત સમાજના વિકાસ માટે સમર્પિત કરીને બલીદાન આપેલ છે તે સ્‍થાન ભરવું પક્ષ માટે તેમજ ખાંટ રાજપુત સમાજ માટે ખૂબ જ મુશ્‍કેલ છે.

પોતાની રાજકીય કારકિર્દી સને-૧૯૮૦ માં શરૂ કરનાર વેલજીભાઇ સરવૈયાએ જીવનપર્યંત પ્રમાણીક અને કઠીન મહેનતથી અને અગ્રીમ હરોળના નેતા તરીકે અમીટ છાપ છોડી છે.આજે પણ તેઓના નિધનને બે વર્ષ થઇ ગયા હોવા છતા જેતપુર તાલુકા ભાજપ પરીવાર તેમજ ખાંટ રાજપુત સમાજમાં તેમની કાયમી ખોટ વરતાઇ રહી છે.

તેમની સ્‍મળતી કાયમી જળવાય રહે તે માટે આગામી તા. ૨૯/૧૧/૨૦૨૪ ના રોજ સ્‍વ. વેલજીભાઇ સરવૈયાની દ્વિતીય વાર્ષિક પુણ્‍યતિથી નિમીતે તેમના પરિવારજનોએ વેલજીભાઇની સ્‍મળતિમાં સ્‍વ. વેલજીભાઇ સરવૈયા મેમોરીયલ ટ્રસ્‍ટની ગત વર્ષે સ્‍થાપના કરેલ હતી. તેના નેજા હેઠળ તેમજ સમસ્‍ત ખાંટ રાજપુત સમાજ - વિરપુરના સહયોગથી વિરપુર મુકામે ક્ષત્રિય ખાંટ રાજપુત સમાજ વાડી ખાતે તેમની પ્રતિમા અનાવરણ અને મેરેજ હોલનું નામકરણનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા જુનાગઢ જીલ્લાના પૂર્વ સરકારી વકીલ નાથાભાઈ મોરી સાંસદ તથા કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, રાજકોટ જીલ્લા ભાજપના પ્રમુખ  અલ્‍પેશભાઇ ઢોલરીયા, જેતપુરના પુર્વ મંત્રી જશુમતીબેન કોરાટ ગોંડલના ધારાસભ્‍ય શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા તથા ખાંટ રાજપુત સમાજના આગેવાનો ભુપતભાઈ સોલંકી, ભીખુભાઇ ભેડા, રમેશભાઇ મકવાણા, હીરાબાપા ગુજરાતી, મુકેશભાઈ ઝાલા, જેતપુર તાલુકાના સરપંચશ્રીઓ, તાલુકાં- જીલ્લા પંચાયતના સદસ્‍યશ્રીઓને પણ આમંત્રણ આપવામાં આવેલ છે. સરવૈયા પરીવાર દ્વારા સ્‍વરૂચી ભોજન સમારંભનુ પણ આયોજન કરવામાં આવેલ છે.

સ્‍વ. વેલજીભાઈ મેમોરીયલ ટ્રસ્‍ટના પ્રમુખ જગદીશભાઇ સરવૈયા તેમજ સમસ્‍ત ખાંટ રાજપુત સમાજ આગેવાનોએ આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકોને ઉપસ્‍થિત રહેવા અપીલ કરવામાં આવેલ છે

(1:59 PM IST)