<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

પોરબંદરના દરિયામાં ઠલવાતા કેમિકલયુકત પાણીથી જીવ સૃષ્‍ટિને મોટા પાયે થઇ રહેલું નુકશાન

‘સેવ' પોરબંદર - સી (પોરબંદર દરિયાને બચાવો) સંસ્‍થા દ્વારા કેમીકલ ફેકટરી દ્વારા દરિયામાં છોડાતા પ્રદુષણને રોકવા માગણી : કલેકટરને આવેદનપત્ર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૬: દરિયામાં બિરલા (નિરમા ફેક્‍ટરી) દ્વારા મોટા પ્રમાણમાં પ્રદુષણ ફેલાવવામાં આવે છે તેવા આક્ષેપો સાથે જીલ્લા કલેકટર અને પ્રદુષણ વિભાગને સેવ પોરબંદર સી દ્વારા લેખિત રજુઆત કરાઇ છે દરિયાકાંઠે થઇ રહેલા દરિયા જીવોના મોત મામલે જીપીસીબી રીપોર્ટ તૈયાર કરી જીલ્લા કલેકટર અને પોરબંદરની જનતા સમક્ષ મુકે તેવી માગ કરવામાં આવી છે.

સેવ પોરબંદર સી દ્વારા જીલ્લા કલકેટર અને જીપીસીબીને કરેલી રજુઆતમાં જણાવ્‍યુ હતુ કે, નીરમા ઘણા વર્ષોથી પોરબંદરના દરિયામાં પ્રદૂષણ ફેલાવે છે જેમનો સૌથી વધુ ભોગ છાયા ખાડી વિસ્‍તાર, ઇન્‍દિરા નગર, ઝૂરી બાગ વિસ્‍તાર તેમજ અન્‍ય વિસ્‍તારો તેમજ સમગ્ર જનતાને ભોગ બનવું પડી રહ્યું છે.

‘સેવ' પોરબંદર સી સંસ્‍થાની કલેકટરને રજૂઆતમાં જણાવેલ કે શહેરમાં એક માત્ર કંપની હોય જેમની વેસ્‍ટ નિકાલ માટેની ગટર ભનુભાઈની ખાંભી પાસેથી મંદિરના દરવાજા પાસેથી નીકળતી હોય અને સૌથી વધુ વેસ્‍ટ પાણી કલીનીંગ કર્યા વગર સોડાએશ તેમજ અન્‍ય કેમિકલ દરિયામાં નાખે છે અને જેમના હિસાબે અનેક દરિયાઈ જીવ કંપનીના હિસાબે મરી રહ્યા છે અને સવારે દરિયા કિનારે આવતા અનેક નાગરિકો ચામડીના રોગોના ભોગ બની રહયા છે. આ ખૂબ ઝેરી કેમિકલ હશે જેના કારણે ઘણા દરિયાઈ જીવો કિનારા પર મળત્‍યુ પામેલા મળે છે. અને ખાસ તો તેમની કોલસી હવામાં ધુમાડા રૂપે ફેલાય છે જેથી આજુબાજુ ના વિસ્‍તારમાં અસ્‍થમા અને અન્‍ય ફેફસાંને તથા ચામડી ને લગતી બીમારીઓ વધી ગઈ છે. 

જીપીસીબી દ્વારા આ બાબતે તપાસ થશે પરંતુ જીપીસીબી દ્વારા આટલા વર્ષોથી કાઈ કાર્યવાહી કરેલ ના હોય તેવું પ્રતીત થાય છે જેમનો ભોગ જાહેર જનતા માટે નિમેલ અધિકારીઓના હિસાબે જનતાએ ભોગવવું પડી રહયું છે.

સેવ પોરબંદર સીની માંગ છે કે, જીપીસીબીની આ કાર્યવાહીની તમામ નોંધ પોરબંદર શહેરીજનો માટે જાહેર કરવામાં આવે અને એ બાબતે થતી સજા કે દંડની કાર્યવાહી પણ જાહેર કરવામાં આવે સેવ પોરબંદર સી ને પણ આ કાર્યવાહીની લેખિત નોંધ આપવામાં આવે તેમ જણાવ્‍યુ છે. ‘સેવ' પોરબંદર સી સંસ્‍થાની કલેકટરને રજૂઆતમાં જણાવ્‍યુ છે.

(1:48 PM IST)