<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

પોરબંદર : વિકસીત ભારત યંગ લીડર્સ - સંવાદ કાર્યક્રમ હેઠળ નરેન્‍દ્રભાઇ મોદીને રૂબરૂ મળવાની તક

વિકસીત ભારતના સ્‍વપ્‍નને સાકાર કરવા દેશના યુવાનોને જોડાવવા સશકત બનવા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇએ યુવા મહોત્‍સવની કલ્‍પના કરી છે : નરેન્‍દ્રભાઇ દિલ્‍હીમાં ૩ હજાર યંગ લીડર્સ સાથે સંવાદ કરશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૬: આગામી તા.૧૧ અને ૧૨ જાન્‍યુઆરી ૨૦૨૫એ રાષ્‍ટ્રીય યુવા મહોત્‍સવ દરમ્‍યાન વિકસિત ભારતનાં સ્‍વપ્‍નને સાકાર કરવાં માટે દેશના યુવાનોને જોડવા અને સશક્‍ત બનાવવામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ યુવા મહોત્‍સવની કલ્‍પના કરી છે. જે અંતગર્ત વિકસિત ભારત યંગ લીડર્સ સંવાદનું આયોજન કરવામાં આવશે. જેમાં  પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દિલ્‍હી ખાતે ભારતનાં ૩૦૦૦ યંગ લીડર્સ સાથે સંવાદ કરશે.

પ્રધાનમંત્રીશ્રી ‘વિકસિત ભારતીય યંગ લિડર્સ સંવાદ'માં નેતળત્‍વ પ્રતિભા, યુવાઓની જરૂરિયાતોની એક ઝલક પૂરી પાડશે અને વિકસિત ભારતમાં યોગદાન આપવામાં યુવાનોની  ભૂમિકા અને જવાબદારીઓની સમજણ આપવામાં આવશે.

વિકસિત ભારત સ્‍પર્ધાના પ્રથમ રાઉન્‍ડમાં અખિલ ભારતીય ડિજિટલ ક્‍વિઝનું આયોજન તા.૨૫ નવેમ્‍બર ૨૦૨૪ થી તા.૫ ડિસેમ્‍બર ૨૦૨૪  આયોજન કરવામાં આવ્‍યું છે.તેમજ જેમાં સહભાગી થવા માટે ૧૫ થી ૨૯ વર્ષની આયુ ધરાવતા યુવાનોએ  પ્‍ળ્‍ગ્‍ણ્‍ખ્‍ય્‍ખ્‍વ્‍ પ્‍લેટફોર્મ પર જઈ તેમાં પોતાની નોંધણી કરાવી શકે છે.અને આ સ્‍પર્ધાના યુવાઓ આગળ નિબંધ/બ્‍લોગ લેખન સ્‍પર્ધામાં ભાગ લેશે જેમાં વિજેતા થનારા યુવા રાજ્‍ય સ્‍તરે ‘વિકસિત ભારત વિઝન' પ્રસ્‍તુતિ અને અંતે ભારત મંડપમાં રાષ્‍ટ્રીય ચેમ્‍પિયનશિપમાં સામેલ થશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(1:48 PM IST)