તા. ૧૨ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 26th November 2024
ઓન લાઇન સટ્ટો કરતી ફેર પ્લે પોર્ટલ એપ પ્રકરણમાં ઈડી એ કચ્છ, દમણ,અજમેર,મુંબઈમાં ૨૧૯ કરોડની પ્રોપર્ટી જપ્ત કરી

( વિનોદ ગાલા દ્વારા) (ભુજ) ઈડી દ્વારા બહાર પડાયેલ જાહેર નિવેદન મુજબ આઈપીએલ ક્રિકેટ અને ૨૦૨૪ લોકસભા ચૂંટણી પરિણામોના સટ્ટા સાથે સંકળાયેલ ફોર પ્લે પોર્ટલ કેસમાં ક્રિશ લક્ષ્મીચંદ શાહનું માસ્ટર માઈન્ડ તરીકે કનેક્શન ખુલ્યા બાદ કાયદેસરની કાર્યવાહી અંતગર્ત દુબઈ, માલ્ટામાં નાણાકીય હેરફેર ખુલી હતી. આ કેસમાં વધુ તપાસ સાથે ઈડી એ અત્યારે કચ્છ, દમણ, અજમેર અને મુંબઈમાં ૨૧૯ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. અગાઉ ૧૦૦ કરોડની સંપત્તિ જપ્ત થઈ ચૂકી છે. વાયા ૧૮ ડોટ કોમ મીડિયા દ્વારા ફેર પ્લે એલએલસી અને અન્ય લોકો સામે મુંબઈ સાઇબર ક્રાઇમમાં આઈપીએલના ગેરકાયદેસર પ્રસારણ દ્વારા ૧૦૦ કરોડના નુકસાનનો પોલીસ કેસ કરાયો હતો. આ કેસમાં મોટા પાયે કરોડો રૂપિયાની ઉથલપાથલ સાથે મોટી રકમનું મની લોન્ડરિંગ થયું હોવાનું ખુલતા તપાસ લંબાવાઈ હતી. (૩.૮)
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
