News of Tuesday, 26th November 2024
વિસાવદર બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ નયનભાઈ જોશીના પિતાશ્રીનુ અવસાન : કાલે સવારે અંતિમયાત્રા
ખંભાળીયાના ડિસ્ટ્રિક્ટ જજ સમીરકુમાર વ્યાસના સસરા તથા અમદાવાદના એડીનશનલ સીનિયર જજ દેવાંગભાઈ જોશી, મનોજભાઈ શાસ્ત્રીના પિતાશ્રીના નિધનથી ઘેરો શોક : શોકાંજલી

વિસાવદર : બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને જાણીતા ધારાશાસ્ત્રી નયનભાઈ જોશીના પિતાશ્રી-જૂની પેઢીના પીટીશન રાઈટર રવિભાઈ જોશીનુ અવસાન થયેલ છે.
વિસાવદર નિવાસી સાઠોદરા નાગર બ્રાહ્મણ રવિરાય કનકરાય જોશી (ઉ.વ. ૮૧)નું આજરોજ તા. ૨૬-૧૧-૨૦૨૪ મંગળવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે,
સદગતની સ્મશાન યાત્રા તા. ૨૭-૧૧-૨૦૨૪ને બુધવારનાં રોજ સવારે ૯:૦૦ કલાકે નિવાસ સ્થાન રામજી મંદિર વાળી શેરી, જીવાપરા, વિસાવદરથી નિકળશે. તેઓ રીટાબેન એસ. વ્યાસ, મનોજભાઈ શાસ્ત્રી, નયનભાઈ જોશી (એડવોકેટ, વિસાવદર) તેમજ દેવાંગભાઈ જોશી (એડીશનલ સિનિયર જજ-અમદાવાદ)ના પિતાશ્રી તથા સમીરભાઈ વ્યાસ (ડિસ્ટ્રીક્ટ જજ, ખંભાળીયા)ના સસરા થાય છે. શ્રી નયનભાઈ જોશી (મો.૯૪૨૬૪ ૪૨૪૧૩)
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
