News of Wednesday, 27th November 2024
મૃત્યુ પછીનું મહાદાન એટલે દેહદાન : જુનાગઢના તબીબી અધિક્ષક ડૉ.કૃતાર્થ બ્રહ્મભટ્ટ
જુનાગઢ GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે મેડીકોસ ફાઉન્ડેશન દ્વારા મુંબઈમાં આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ : દેહદાન અંગેનો વર્કશોપ યોજાયો

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા. ૨૭ : જુનાગઢ મેડિકોસ ફાઉન્ડેશન પ્રોજેક્ટ ચેરમેન સંજય બુહેચાની યાદીમાં જણાવ્યું છે કે, જૂનાગઢની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે આવેલ રૂમ નંબર 209, લેક્ચર હોલમાં મુંબઈ ખાતે થયેલ આંતકવાદી હુમલામાં જે નિર્દોષ લોકો મૃત્યુને ભેટ્યા હતા. એ તમામ મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ અર્થે મેડિકોસ ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. રાજન ભાદરકાની આગેવાની હેઠળ મનીષભાઈ હડિયા, મિહિરભાઈ મહેતાની રાહબરી હેઠળ શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જુનાગઢ જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડીન ડૉ. હનુમંત આમને, તબીબી અધિક્ષક ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, આસિસ્ટન્ટ તબીબી અધિક્ષક ડૉ. દિગંત સિકોતરા, એનાટોમી વિભાગના એચ.ઓ.ડી. ડૉ. મેહુલ ટંડેલ, ડૉ. ઉવીઁક કુકડીયા, નર્સિંગ ઇન્ચાર્જ, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટુડન્ટ સહિતના લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી.
શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ અધિકારી ગણશ્રી તથા કર્મચારી ગણશ્રીઓએ દેહદાન કરવા અને કરાવવા અંગેના શપથ લીધા હતા. અને એમાંથી અમુક વ્યક્તિઓએ દેહદાન કરવા અંગેના સંકલ્પ પત્રો ભરવાની સંમતિ આપી હતી. ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટે કાર્યક્રમને અનુલક્ષીને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ડૉ. મેહુલ ટંડેલે દેહદાન કરવા અંગેનું માર્ગદર્શન પૂરું પાડેલ હતું. ડૉ. ઉર્વીક કુકડીયાએ દેહદાન વિશે વિશેષ માહિતી જોઈતી હોય તો કોલેજના એનાટોમી વિભાગનો સંપર્ક કરવા જણાવેલ હતું. જ્યારે મનીષભાઈ હડિયા અને મિહિરભાઈ મહેતાએ ઉપસ્થિત તમામ અધિકારી ગણશ્રી તથા કર્મચારીગણ શ્રીઓનો આભાર વ્યક્ત કરેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ. વનરાજ પરમાર, સુભાસ હાડગરડા, રક્ષીત ચાંડેરા, ભાર્ગવ મહેતા સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યકમનું સંચાલન નર્સિંગ સ્ટાફ મોનીકાબેને કરેલ હતું. તેમ યાદીના અંતે જણાવેલ હતું.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
