<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

વાસાવડમાં ૧.૦૩ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ર૭: ગોંડલ તાલુકાના વાસાવડ ગામે  રૂ.૧.૦૩ કરોડ નાં ખર્ચે  તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર નાં  અદ્યતન સાધનો સાથે ના બિલ્‍ડિંગ નું લોકાર્પણ કેબીનેટ મંત્રી નાં  હસ્‍તે  કરવામાં આવ્‍યું હતું . નવનિર્મિત  આરોગ્‍ય કેન્‍દ્ર  માં જનરલ ઓપીડી, છ બેડની સુવિધા આરોગ્‍ય સેવા નિદાન સાથે સારવાર ની સુવિધા લેબોરેટરી ની સુવિધા ઉપલબ્‍ધ કરાઇ છે.

તાલુકાના વાસાવડ ની આસ પાસ ના નાના ગામો  રાવણા, બિલડી, કેશવાલા, કમઢીયા સહિત ના આશરે ૧૫૦૦૦ થી વધુ લોકો આરોગ્‍ય કેન્‍દ્ર ની સુવિધા નો લાભ મળી રહેશે.

વાસાવડ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર હેઠળ કુલ પાંચ પેટા આરોગ્‍ય કેન્‍દ્ર આવેલા છે જેમાં કુલ ૧૪૧૭૪ ની વસ્‍તીને આ આરોગ્‍ય સુવિધા પુરી પાડે છે.

વાસાવડ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં આવશ્‍યક મહેકમ મુજબ મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્‍ટ, લેબોરેટરી ટેકનીશ્‍યન, હેલ્‍થ સુપર વાઈઝર, (ષાી અને પુરુષ)સ્ત્રી આરોગ્‍ય કાર્યકર, પુરુષ આરોગ્‍ય કાર્યકર, કોમ્‍યુનિટી હેલ્‍થ ઓફિસર, ઓપરેટર, વોર્ડ આયા અને વોર્ડ બોય ની જગ્‍યા ઓ ભરાયેલ છે.

વાસાવડ  આયુષ્‍યમાન આરોગ્‍ય મંદિર ના લોકાર્પણ ના કાર્યક્રમ મા ઉપસ્‍થિત અતિથિ વિશેષ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્‍ય ગીતાબા જાડેજા, પ્રવિણાબેન રંગાણી  જિલ્લા પંચાયત, લીલાબેન ઠુંમર, ચેરમેન  આરોગ્‍ય સમિતિ જિલ્લા પંચાયત રાજુભાઈ ડાંગર,  ઉપપ્રમુખ  જિલ્લા પંચાયત,  હીનાબેન ઢોલરીયા પ્રમુખ  તાલુકા પંચાયત, જિલ્લા વિકાસ અધિકારી, સરપંચ બકુલભાઇ જયસ્‍વાલ સહિત ઉપસ્‍થિત રહ્યા હતા.

આ તકે કેબિનેટ મંત્રી  કુંવરજીભાઈ બાવળીયા દ્વારા સરકારી દવાખાના થી લઈને દરેક સરકારી સેવાઓ નો બને એટલો વધારે મા વધારે લાભ લેવા અનુરોધ કર્યો હતો વધુમાં કેબીનેટ મંત્રી  દ્રારા આગામી સમય મા વાસાવડ ગામ ને એમ્‍બ્‍યુલન્‍સ સેવા ની જોગવાઇ કરી આપવામાં આવશે તેમજ વાસાવડ ગામ ને નદી ના ઉપરવાસમાં મા ચેકડેમ બનાવવાની વાત પણ કરવામાં આવી હતી તેમજ સરકારી યોજનાઓ બંને એટલો વધુ લોકો લાભ લે તેવી અપીલ કરવામાં આવી  હતી તમામ લોકો ને રાશનકાર્ડ મા ઈ- કેવાયસી કરાવવી લેવા પણ ભલામણ  કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવી હતી.

(10:05 AM IST)