<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

ધ્રોલના જામનગર-રાજકોટ હાઇવે પર ટેન્‍કર અને કાર વચ્‍ચે ભયંકર અકસ્‍માતઃ પિતા ગંભીરઃ પુત્રને ઇજા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૨૭: ધ્રોલના જામનગર રાજકોટ હાઇવે પર આવેલા સાઈબાબા ના મંદિર નજીક ટેન્‍કર અને ફોરવિલ કારનો ભયંકર અકસ્‍માત સર્જાયો હતો.

પ્રાથમિક વિગત અનુસાર ભુપેન્‍દ્રભાઈ તુલસીદાસ બકરાણીયા ઉ.વ. ૬૫ ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી તેમના દિકરા માધવભાઈને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી  ધ્રોલ સરકારી હોસ્‍પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા તાત્‍કાલીક જામનગર હોસ્‍પિટલ ખાતે ખસેડ્‍યા છે. જામનગરના રહેવાસી હોવાનું પ્રાથમિક વિગતો મળી હતી.

(10:05 AM IST)