<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

સોમવારથી જુનાગઢ ભુતનાથ મહાદેવ મંઘ્‍શિે સમગ્ર જુનાગઢ નગર દ્વારા ગૌશાળાના લાભાર્થે શ્રીમદ્‌ ભગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

ડો.મહાદેવપ્રસાદ મહેતા સંગીતની સુરાવલી સાથે કથાનું રસપાન કરાવશેઃ પુ.મહેશગીરી બાપુના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ  સમગ્ર જુનાગઢ નગર દ્વારા ગૌશાળાના લાભાર્થે મહંતશ્રી મહેશગીરીબાપુના માર્ગદર્શન હેઠળ આગામી તા.ર ડીસે.ને સોમવારથી ભુતનાથ મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થઇ રહયો છે.

જેમાં પુ.મહાદેવપ્રસાદ મહેતા વ્‍યાસાસને બિરાજી પોતાની આગવી શૈલીમાં સંગીતની સુરાવલી સાથે દરરોજ બપોરે ૩.૩૦ થી ૬.૩૦ કથાનું રસપાન કરાવશે.

પુ.મહેશગીરીબાપુએ જણાવ્‍યું હતું કે ગાય એટલે જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ આ ગાય અજ્ઞાનરૂપી અંધકારથી વ્‍યાપત છે. અધ્‍યાત્‍મપથના પથિક બનવા માટે ગાયના ગાત્ર માં આગમન થવું જરૂરી છે અધ્‍યાત્‍મનો પ્રકાશ સાધન દ્વારા સાધકમાં પ્રગટે એવુ એક સાધન કથા શ્રવણ છે. સોરઠધરાની દત ગિરનારીની ભુમિમાં શ્રીભુતનાથ મહાદેવ ના સાનિધ્‍યમાં જુનાગઢ નગરના યજમાન પદે ગૌશાળાના લાભાર્થે શાષાોના જ્ઞાતા વિદ્વાન વકતા વિદ્યાવાચયિતિ ડો.મહાદેવપ્રસાદ મહેતા (પી.એચ.ડી.બીટ) ના વ્‍યાસાસને કથામૃતનું રસપાન કરાવશે.

સોમવારે બપોરે ૧ કલાકે પોથીયાત્રા નિકૃશે અને સંતો મહંતોની ઉપસ્‍થિતીમાં દિપપ્રાગટય સાથે બપોરે કથાનો પ્રારંભ થશે. બુધવારે તૃતિય પ્રાગટય, ગુરૂવારે રામ પ્રાગટય, શ્રીકૃષ્‍ણ પ્રાગટય, શુક્રવારે ગોવર્ધનનાથ પુજા, શનિવારે કૃષ્‍ણ રૂક્ષમણી વિવાહ, રવિવારે સુદામા ચરિત્ર અને તા.૮ ને રવિવારે બપોરે ૩ કલાકે કથા વિરામ લેશે.

આ સપ્તદિન જ્ઞાનયજ્ઞમાં સહપરિવાર પધારવા ધર્મપ્રેમી જનતાને પુ.મહેશગીરીબાપુ એ જાહેર નિમંત્રણ પાઠવેલ છે. વધુ માહીતી માટે મો.૮૭પ૮૮ ૮૩૧રપ ઉપર સંપર્ક સાધવો.

(10:06 AM IST)