<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડી વધીઃ ગિરનાર ઉપર ૮.૪ ડીગ્રી

વડોદરા ૧૩.૬, નલીયા ૧૩.૮, અમરેલી ૧૪, પોરબંદર૧૪.૫, રાજકોટ ૧પ.ર, જામનગરમાં ૧પ.૬ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ, તા., ર૭: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં વધારો થયો છે. આજે ગિરનાર પર્વત ઉપર ૮.૪ ડીગ્રી, વડોદરામાં ૧૩.૬, નલીયા ૧૩.૮, અમરેલી ૧૪, પોરબંદર ૧૪.પ, રાજકોટ ૧પ.ર, જામનગરમાં ૧પ.૬ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

છેલ્લા બે ત્રણ દિવસથી સર્વત્ર મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થઇ રહયો છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જુનાગઢ સહિત સોરઠમાં આજે સવારે ઠંડીનું મોજું ફરી વળતા જનજીવનને અસર થઈ હતી. જૂનાગઢના ગિરનાર પર્વત પર સવારનું તાપમાન ઘટીને ૮.૪ ડિગ્રી થઈ જતા સમગ્ર પર્વતીય વિસ્‍તાર ઠંડોગાર થઈ ગયો હતો.

મંગળવારે જુનાગઢ શહેરનું લઘુતમ તાપમાન ૧૫.૫ ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે પારો નીચે ઉતરીને ૧૩.૪ ડિગ્રીએ સ્‍થિર થતાં જુનાગઢ ઉપરાંત સોરઠ ભરમાં ઠંડીનો ચમકારો રહ્યો હતો.

જૂનાગઢના ગિરનાર પર્વત પર સવારે લઘુતમ તાપમાન ૮.૪ ડિગ્રી નોંધાતા ગિરનારની યાત્રાએ આવેલા શ્રદ્ધાળુઓ સહિતના પ્રવાસીઓ ઠુઠવાઈ ગયા હતા.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા રહ્યું હતું જ્‍યારે ૨.૩ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ વધુ ઠંડુગાર થઈ ગયું હતું. આગામી દિવસોમાં હજુ ઠંડી વધવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧પ.૬ ડીગ્રી, મહતમ તાપમાન ૩૦.૮ ડીગ્રી, ભેજનું પ્રમાણ ૬૯  ટકા, પવનની ગતી ૩.૯ કી.મી. રહી હતી. (૪.૨૦)

કયાં કેટલી ઠંડી

  શહેર   લઘુતમ તાપમાન

ગિરનાર          ૮.૪ ડીગ્રી

અમદાવાદ       ૧૬.૧ ડીગ્રી

અમરેલી  ૧૪.૦  ડીગ્રી

બરોડા    ૧૩.૬  ડીગ્રી

ભાવનગર        ૧૬.ર ડીગ્રી

ભુજ      ૧૮.ર   ડીગ્રી

દમણ     ૧૭.૪  ડીગ્રી

ડીસા     ૧૬.પ  ડીગ્રી

દીવ      ૧૬.પ  ડીગ્રી

દ્વારકા    ર૦.૪   ડીગ્રી

જામનગર        ૧પ.૬         ડીગ્રી

કંડલા     ૧૯.૩  ડીગ્રી

નલીયા   ૧૩.૮  ડીગ્રી

ઓખા    ર૧.૬   ડીગ્રી

પોરબંદર ૧૪.પ  ડીગ્રી

રાજકોટ  ૧પ.ર  ડીગ્રી

સુરત     ર૦.૩   ડીગ્રી

વેરાવળ  ર૦.૭   ડીગ્રી

(11:01 AM IST)