<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

વડિયાના ખજુરી ગામે માતા પર હૂમલો કરી વાહનો અને ઘરવખરીને નુકશાન કર્યુ

નાનાભાઈએ પ્રેમિકાને ભગાડી પ્રેમ લગ્ન કરી લેતા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૭: વડિયાના ખજુરી ગામે તા. ૨૫-૧૧ ના રણજીતભાઈ વિનુભાઈ સરસૈયા ઉ.વ.  ૨૫નો નાનો ભાઈ કેવલે તેમનાસમાજની કાજલબેન પુનાભાઈ ગમારા રહે. થુંબારા, તા. વિસાવદર સાથે પ્રેમ સબંધ હોય. જેથી આજથી ચારે કદિવસ પહેલા કેવલે તેની પ્રેમિકા કાજલબેનને ભગાડી લઈ જઈ તેની સાથે પ્રેમલગ્ન કરી લેતા કાજલબેનના પરીવારના સભ્‍યોને સારૂ નહી લાગતા મનદદુખ રાખીહરી કાનાભાઈ ગમારા, ઘુઘા ભરવાડ, દેવશી ગોબરભાઈ ખીટ, મામકુ ખીટ, દેવા મેરામભાઈ ખીટ રહે. મુંબારાતા.વિસાવદર, રઘુ ખોડા ભરવાડ રહે.વિસાવદર હાલ રાજકોટ સહિત બીજા પાંચ અજાણ્‍યા માણસો મળીને કુલ ૧૧ શખ્‍સો તેમની બોલેરો પીકઅપવાનમાં રણજીતભાઈના ઘર પાસે રાત્રિના આવીને લાકડાના ધોકા તથા બડીયા ધારણ કરી રણજીતભાઈના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ઘરના ફળીયામાં રહેલ ઈકો ફોરવ્‍હીલ કારના કાચફોડી નાખી તેમજ કેરી કંપનીની ભારવાહક રીક્ષાનો આગળનો કાચ ધોકા મારી ફોડી નાખી તેમજ બાઈકનો આગળનો મોરો તોડી અને દુધ ભરવાના ત્રણ ખાલી કેન તેમજ ઘરના પાણી પીવાના ગોળા ફોડી નાખી આશરે રૂા. ૪૦,૦૦૦ નું નુકશાન કરી રણજીતભાઈને ગાળો બોલી તેમના માતાને જમણા હાથનાખંભા ઉપર રઘુ ખોડા ભરવાડે લાકડાનો બડીયોમારી મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની વડિયા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(2:18 PM IST)