તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Wednesday, 27th November 2024
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીની સાથે કૃષિ શિક્ષણ અને સંશોધનમાં નવીનતાઓને આગળ વધારવા માટે એમઓયુ

જૂનાગઢ તા.૨૬ : કૃષિ યુનિવર્સિટીએ કળષિ શિક્ષણ અને સંશોધનમાં નવીનતાઓને આગળ વધારવા માટે વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયા સાથે તાજેતરમાં એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.
આ ભાગીદારીમાં કૃષિ, બાગાયત, કળષિ ઈજનેરી જેવા વિષયોમાં ડ્યુઅલ બેચલર અને માસ્ટર પ્રોગ્રામ્સનો સમાવેશ થાય છે.
આ એમઓયુ વિશે વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર જ્યોર્જ વિલિયમ્સે જણાવ્યું હતું કે અમે ભારતમાં કળષિ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે સહયોગને વિસ્તારવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ છીએ, જે શૈક્ષણિક શ્રેષ્ઠતાને આગળ વધારે છે અને કળષિ પ્રગતિના જટિલ મુદ્દાઓનો સામનો કરવામાં આગામી પેઢીને નિષ્ણાંત બનાવે છે. જૂનાગઢ કળષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. ચોવટીયાએ જણાવ્યું કે, આ ભાગીદારી કળષિ શિક્ષણ અને સંશોધનમાં નવીનતા અને શ્રેષ્ઠતા લાવતા વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટીની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. નવેમ્બર ૧૧, ૨૦૨૪ ના રોજ વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીના પ્રતિનિધિમંડળની ભારતની મુલાકાત દરમિયાન નવી દિલ્હી ખાતે આ એમઓયુ પર જૂનાગઢ કળષિ યુનિવર્સિટી વતી સંશોધન નિયામક અને અનુતાાતક અભ્યાસના ડીન ડો. માદરિયાએ ઉચ્ચ ડિગ્રી માટે અને કુલસચિવ ડો. ઘેલાણી દ્વારા આર્ટિકયુલેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. આ તકે ડો. કે.સી. પટેલ, નિયામક (આઈ.ટી.) એ આ એગ્રીમેન્ટના સંકલનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
