News of Wednesday, 27th November 2024
ધોરાજીના સુપેડીના રૂદ્રા હિરપરાએ રાષ્ટ્ર કક્ષાની ગ્રેપલિંગ ચેમ્પિયનશીપમાં રપ૦૦ સ્પર્ધકો વચ્ચે ગોલ્ડમેડલ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.ર૭ : રાષ્ટ્ર કક્ષાની ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં ધોરાજી ના સુપેડીની દીકરીએ મેદાન માર્યું....
તાજેતરમાં હરિદ્વાર ખાતે રાષ્ટ્ર કક્ષાની ગ્રેપ્લીંગ ચેમ્પયનશિપની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૨૨ રાજ્યોના ૨૫૦૦ સ્પર્ધકો એ ભાગ લીધો હતો. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલ રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં સુપેડી ની રહીશ અને ખેડૂત પરિવારની દીકરી ચાપરડા વિદ્યાલયમાં અભ્યાસ કરતી લેઉવા પટેલ સમાજ ની દીકરી રુદ્રા ગીરીશભાઈ હિરપરા એ સ્પર્ધામાં ભાગ લઈ ૨૨ રાજ્યોના સ્પર્ધકો સાથે મુકાબલો કરી ગોલ્ડ મેડલ જીતી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.ખોડલધામ સમિતિએ વિજેતા દીકરીને અભિનંદન પાઠવ્યા હતા.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
