<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

ધ્રોલથી ડાંગરા, મોટા વડાળા, કાલાવડ સુધી બે માર્ગીય રસ્‍તાના કામ માટે ૬૪ કરોડ મંજુર

ગત પાંચ વર્ષની સમસ્‍યાનો ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડાએ હલ કરીને અત્‍યાર સુધીમાં રાજય સરકાર પાસેથી રોડ રસ્‍તા,બ્રીજના ઈન્‍ફાટચરના કામ માટે અંદાજે ૩૦૦ કરોડ રૂપિયા મંજુર કરવવામાં મળી સફળતા

 

 

(સંજય ડાંગર) ધ્રોલ ૨૭ :  તાજેતરમાં ગુજરાત સરકારના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલએ કે જેઓ માર્ગ અને મકાન વિભાગનો હવાલો સંભાળતા હોય ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડાની સતત રજુઆતના પગલે એક તાલુકાથી બીજા તાલુકાના જોડતા રસ્‍તો એવો ધ્રોલ-ડાંગરા-સણોસરા-મોટાવડાળા-કાલાવડ રોડની પહોળાઈ સાથે કરોડો રુપીયાની ગ્રાન્‍ટ મંજુર કરવામાં આવતા ધ્રોલ અને કાલાવડ તાલુકાના લોકોમાં આનંદની લાગણી છવાઈ છે.

આમ ૭૬-કાલાવડ વિધાનસભા હેઠળ આવતા રોડ રસ્‍તાના કામો મંજુર કરવા માટે ધારાસભ્‍ય ઉપરાંત સાસંદ પુનમબેન માડમ, પુર્વ કળષિમંત્રી આર.સી. ફળદુ, કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, ધ્રોલ તાલુકા ભાજપ ઙ્કમુખ નવલભાઈ મુંગરા, જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા, મોરબી તાલુકા ભાજપ ઙ્કમુખ અરવિંદભાઈ વાંસજાળીયા સહીતના આગેવાનો, સરપંચો ગ્રામજોની સતત રજુઆતના પગલે રાજય સરકાર પાસેથી રોડ રસ્‍તાની માતબર ૩૦૦ કરોડ જેવી ગ્રાન્‍ટ મેળવવામાં સફળતા મળતા મુખ્‍યમંત્રીનો આભાર માનીને આ વિસ્‍તારની જનતાાં ખુશી છવાઈ છેમળતી વિગત મુજબ ધ્રોલ, જોડીયા, કાલાવડ, મોરબી વિસ્‍તારના ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડાએ ધ્રોલ હાઈવેથી ડાંગરા, મોટા વડાળા રોડ ૭ મીટર પહોળો કરીને આ કામ મંજુર કરવા માટે સતત રજુઆત કર્યા બાદ આ રોડના કામ માટે ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલએ ધારાસભ્‍યની માંગણીને સ્‍વીકારીને ૬૪.૪૫ કરોડ રૂપીયાની ગ્રાન્‍ટ મંજુર કરવામાં આવતા રજુઆતને સફળતા મળી છે, ત્‍યારે ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડાના સરળ અને ઓછુ બોલીને વધુ કામ કરવાની ટેવના લીધે અત્‍યાર સુધીમાં ગુજરાતના મુખ્‍યમંત્રી ધ્‍વારા અત્‍યાર સુધીમાં કાલાવડ, ધ્રોલ, જોડીયા, મોરબી, પડધરી વિસ્‍તારના રોડ,રસ્‍તા, બ્રીજના કામો, બ્રીજના મજબુતીકરણના કામો માટે અંદાજે ૩૦૦ કરોડ રૂપીયા જેવી માતબર રકમ ફાળવવામાં આવતા મોટા ભાગની રોડ રસ્‍તા ઈન્‍ફાટકચરની સમસ્‍યા હલ થવા પામેલ છે ગત પાંચ વર્ષમાં આ વિસ્‍તારની બીજા રોડ રસ્‍તાના પ્રશ્નોની ભારે પીડા અનુભવતી હતી પરંતુ ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડાની કોમનમેનની છાપ સાથે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ પાસે કામ કઢાવવામાં સફળતા મેળવીને મોટા ભાગના કામો મંજુર કરવામાં આવતા આ વિસ્‍તારની પ્રજામાં આનંદની લાગણી છવાઈ છે તેવુ યાદી મા જણાવેલ  છે.

(11:52 AM IST)