<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

ગોંડલમાં હિટ એન્‍ડ રનની ઘટના : બેકાબુ કાર ચાલકે એકટીવા - બે લારીને હડફેટે લીધા

ઇજાગ્રસ્‍ત રશ્‍મિબેન ચાવડાને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા

તસ્વીરમાં કાર અને ઉંધી પડી ગયેલ લારી નજરે પડે છે (તસ્વીર : ભાવેશ ભોજાણી - ગોડલ)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૭: ગોંડલ નાં જેલચોકમાં ગત વહેલી સવારે હિટ એન્‍ડ રનની ઘટનામાં બેકાબુ કાર ચાલકે એક એક્‍ટિવા ચાલક  મહીલા  તથા બે લારીને હડફેટે લઈ અકસ્‍માત સર્જ્‍યો હતો. ઇજાગ્રસ્‍ત મહીલા ને સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે.અકસ્‍માત સર્જી કાર ચાલક નાશી છુટયો હતો. જ્‍યારે કાર દિવાલ સાથે અથડાઇ ઉભી રહી ગઇ હતી.

પ્રાપ્ત વિગત મુજબ  શહેરનાં જેલચોક માં પુરપાટ ધસી આવેલાં જીજે ૫ સીએલ ૪૮૯૧ નંબરની બેકાબૂ  અલ્‍ટો કાર ચાલકે રસ્‍તા પર બે લારીઓ સાથે મહીલા કોલેજ માં ફરજ બજાવતા એક્‍ટિવા ચાલક રશ્‍મિબેન ધવલભાઈ ચાવડાને અડફેટે લેતા તેમને ઇજા થવા પામી હતી. રશ્‍મિબેન તેમના બાળકને પ્‍લે હાઉસમાં મૂકીને જેલ ચોકથી ખટારા સ્‍ટેન્‍ડ પાસે  આવેલી  મહીલા કોલેજ તરફ જતા હતા ત્‍યારે આ અકસ્‍માત સર્જાયો હતો. રશ્‍મિબેન ને ઇજાગ્રસ્‍ત હાલતમાં ગોંડલ સિવિલ હોસ્‍પિટલમાં પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.હિટ એન્‍ડ રનની ઘટનાને પગલે જેલચોકમાં અફડાતફડી નો માહોલ સર્જાયો હતો. જેલચોક વિસ્‍તાર ટ્રાફિકથી ધમધમતો  હોય જો થોડી મોડી ઘટના ઘટી હોત તો મોટી જાન હાનિ સર્જાઈ હોત.

ઘટનાની જાણ થતા  A ડિવિઝન પોલીસ ઘટના સ્‍થળે પંહોચી નાશી છુટેલા કાર ચાલકને જડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા

(2:22 PM IST)