<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

ભાયાવદરના વડાળી ગામે બે પરિવારો વચ્‍ચે છરીઓ ઉડતા બેને ઇજાઃ સામસામી ફરિયાદ

જમીનના રસ્‍તા પ્રશ્ને અને ઘર પાસે બેલા દુર કરવા પ્રશ્ને બઘડાટી બોલી ગઇ

રાજકોટ તા. ર૭ :.. ભાયાવદરના વડાળી ગામે જમીનના રસ્‍તા પ્રશ્ને અને ઘર પાસે બેલા દુર કરવા પ્રશ્ને બે પરિવારો વચ્‍ચે છરીઓ ઉડતા બે ને ઇજા થઇ હતી. આ અંગે પોલીસમાં સામસામી ફરીયાદો થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વડાળી ગામે રહેતા હનીફભાઇ જુમાભાઇ જીણેજાએ તે જ ગામના હુસેન હાજીભાઇ જીણેજા, સદામ હુસેનભાઇ જીણેજા, જાવીદ કાળાભાઇ જીણેજા, કાળાભાઇ હાજીભાઇ જીણેજા, દિલા કાળાભાઇ જીણેજા, સીદી હાજીભાઇ જીણેજા, સિરાજ સીદીભાઇ જીણેજા તથા સમીર સીદીભાઇ, જીણેજા સામે ભાયાવદર પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદી તથા આરોપી હુસેનભાઇ ને બે વર્ષથી જમીનના રસ્‍તા તેમજ પાણી પાવા બાબતે વાંધો ચાલતો હોય અને ફરીયાદીએ તેના ઘરની બહાર કાચા બેલાનો ઓટો બનાવેલ હોય આરોપી હુસેને પોતાના ઘર પાસે આઇસર વાહન લાવતા બેલા દુર કરેલ હોય તે પાછા મૂકયાનું કહેતા ઝઘડો થતા આરોપી હુસેને પોતાના નેફામાંથી છરી કાઢી ફરીયાદીને મારતા ડાબા હાથમાં ઇજા કરી હતી. તેમજ અન્‍ય આરોપીઓએ ઘસી આવી ફરીયાદ તથા સાહેદને ઢીકાપાટુનો માર માર્યો હતો.

સામા પક્ષે રોશનબેન હુસેનભાઇ જીણેજાએ આરોપી હનીફ જુમાાઇ જીણેજા તથા હારૂન જીમાભાઇ જીણેજા સામે ભાયાવદર પોલીસમાં  ફરીયાદ નોંધાવેલ છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ઘર પાસેથી બેલા દુર કરતા આરોપીને સારૂ ન લાગતા ઝઘડો કરી સાહેદ અમીનાબેન ઉપર આરોપી હનીફે છરીથી હુમલો કરી ઇજા કરી હતી. તેમજ ફરીયાદી તથા સાહેદને ઢીકાપાટુનો માર માર્યો હતો.

ભાયાવદર પોલીસે બેન્ને ફરીયાદ અંગે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

(2:40 PM IST)