તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Wednesday, 27th November 2024
જેતપુરના સાંકળીમાં સ્વ.સવજીભાઇ કોરાટની પુણ્યતીથીએ પટેલ સમાજનું ખાતમુહુર્ત..
જશુમતીબેન કોરાટ, વૈષ્ણવાચાર્ય પૂ. પિયુષબાવા સહિતનાની ઉપસ્થિતિમાં સામાજીક સંસ્થા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ-પશુ નિદાન-સારવાર કેમ્પ યોજાયો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૨૭ : સૌરાષ્ટ્રના છોટા સરદાર તરીકેનું બિરૂદ પામેલ કેબીનેટ મંત્રી સ્વ. સવજીભાઇ કોરાટની ર૬ મી પુણ્યતીથી નિમિતે સેવા કાર્યો તેમજ તેમની જન્મભુમી જુની સાંકળી ખાતે લેઉવા પટેલ સમાજનું ખાતમુહુર્ત કરાયું.
સેવાનો પર્યાય બનેલ કોરાટ પરીવારની સેવાને લોકો આજે પણ ભુલતા નથી. સૌરાષ્ટ્રના છોટે સરદાર સ્વ.સવજીભાઇ કોરાટે કરેલ લોકસેવાના કાર્યોનું લોકો દ્વારા તેમની દરેક પુણ્યતિથિ નિમીતે અનેકવિધ સેવા કાર્યોના આયોજનો કરવામાં આવે છે. આજ રોજ તેમની ર૬ મી પુણ્યતીથી હોય સવજીભાઇની કાયમી યાદગીરી રહે તે હેતુથી જુની સાંકળી ખાતે શ્રી સવજીભાઇ કોરાટ લેઉવા પટેલ સમાજનું આજ રોજ જશુમતીબેન કોરાટ (પુર્વ મંત્રી)ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે.સી.આઇ. દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ તેમજ લાયન્સ કલબ જેતપુર દ્વારા મંડલીકપુર ગામે ગૌશાળામાં પશુરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરાયું છે. કાર્યક્રમનુ઼ ઉદઘાટન દિપ પ્રાગટય વૈષ્ણવા ચાર્ય પિયુષ બાવા (મોટી હવેલી-જુનાગઢ)ના હસ્તે કરવામાં આવેલ ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ તથા પુષ્પથી પ્રશાંતભાઇ કોરાટે સન્માન કર્યુ હતુ઼. આ પ્રસંગે ઉપસ્થિત પ.પુ.સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી તથા પ.પુ.શ્રી પીયુષબાવાએ આશીર્વચન પાઠવેલ. આ કાર્યક્રમમાં રાજુભાઇ પટેલ, મનસુખભાઇ ખાચરીયા, પી.જી.કયાડા, વજુભાઇ કોઠારી, જનકભાઇ ડોબરીયા સહીતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
