News of Thursday, 28th November 2024
લ્યો દેશી દારૂની ભઠ્ઠી ઉપર મોનિટરિંગ સેલે દરોડો પાડવો પડયો : પૂર્વ કચ્છ પોલીસ સામે સવાલો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૮ : રાજ્યના ગળહમંત્રી દ્વારા કાયદો વ્યવસ્થા મુદ્દે પ્રસારિત કરાતા કડક કામગીરીના અહેવાલો વચ્ચે સરહદી કચ્છમાં પૂર્વ અને પヘમિ બંને પોલીસ જિલ્લામાં દેશી દારૂની બદી સામે મહિલાઓ દ્વારા ગ્રામજનો દ્વારા અવારનવાર જનતા રેડ પાડવાના સમાચારો આવતા રહે છે.
સ્થાનિક મીડિયામાં પણ દારૂ અને ગાંજા જેવા ડ્રગ્સ ના દૂષણો વિશે સમાચારો પ્રસારીત થતા રહે છે. લોકોમાં સ્થાનિક પોલીસની કામગીરી વિશે થતી ચર્ચાઓ વચ્ચે દેશી દારૂની ભઠ્ઠી ઉપર છેક ગાંધીનગરથી સ્ટેટ મોનીટરિંગ સેલની પોલીસ ટીમ દ્વારા પડાયેલા દરોડાએ ફરી એકવારસ્થાનિક પોલીસની કામગીરીને ચર્ચામાં લાવી દીધી છે.
એસએમસીની ટીમે અંજારના વીડી ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી ૧.૧૮ લાખના દારૂ સાથે બે મજૂર અને એક રિક્ષાચાલકને ઝડપ્યા હતા. જોકે, મુખ્ય સૂત્રધાર કાસમ અબ્દ્રમાન શેખ ત્યાં હાજર નહોતો. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રધાર કાસમ શેખને ઝડપવા તજવીજ હાથ ધરાઇ છે
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
