<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

મહુવામાંથી વ્‍હેલ માછલીની ઉલ્‍ટી-એમ્‍બરગ્રીસનો ૨૨ કરોડનો જથ્‍થો જપ્‍ત

પોલીસે દાદા-પૌત્રને ઝડપી લીધા : ચાઇનીઝ દવા અને અતર માટે આ વસ્‍તુ ખૂબજ ઉપયોગી

 (મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૯ : જેની કિંમત વિશ્વના બજારમાં કરોડો રૂપિયાની ગણાતી એવી સ્‍પર્મ વ્‍હેલ માછલીની ઉલ્‍ટી (એમ્‍બરગ્રીસ) સાથે ભાવનગર જિલ્લાના મહુવા ખાતે રહેતા બે શખ્‍સો ઝડપાઇ જવા પામ્‍યા છે. પોલીસે આ બંન્ને દાદા-પૌત્ર પાસેથી ૧૨ કરોડથી વધુની કિંમત ધરાવતી સ્‍પર્મ વ્‍હેલ માછલીના ઉલ્‍ટીના જથ્‍થા સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લા ના મહુવા ખાતે ભવાનીનગરમાં આવેલ શ્રી ચામુંડા ડાયવર્કસ નામના કારખાનમાં જયદિપ મગનભાઇ શિયાળ (રહે. ચામુંડા સોસાયટી, તુલશી સોસાયટી, મહુવા), રામજીભાઇ રાહાભાઇ શિયાળ (રહે. વિજળીબારૂ પાસે, ગઢડા, તા. મહુવા) આ બંન્ને શખ્‍સો કારખાનામાં સ્‍પર્મ વ્‍હેલ માછલીની ઉલ્‍ટીનો જથ્‍થો વેચાણ અર્થે છુપાવી રાખ્‍યાની મહુવા પોલીસના એ.એસ.પી. અંશુલ જૈનને બાતમી મળતા પોલીસે તપાસ હાથ ધરતા ઘટના સ્‍થળેથી સ્‍પર્મ વ્‍હેલ માછલીની ઉલ્‍ટી (એમ્‍બરગ્રીસ) ૧૨.૦૩૦ કિ.ગ્રા. કિ.રૂા. ૧૨,૦૦,૩૩,૦૦૦ (બાર કરોડ તેંત્રીસ હજારની) કિંમતનો જથ્‍થો મળી આવતા દાદા રામજીભાઇ શિયાળ તેમજ પૌત્ર જયદીપ શિયાળનીધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વન્‍ય વિભાગ દ્વારા બન્ને આરોપીઓ વિરૂદ્ધ ગુન્‍હો નોંધાશે.

 જાણવા મળ્‍યા મુજબ  એમ્‍બરગ્રીસ એ સ્‍પર્મ વ્‍હેલના આંતરડામાં બનેલો મીણ વાળો પદાર્થ છે. અને તે અત્તર તથા ચાઇનીઝ દવામાં બનાવવામાં વપરાતું અત્‍યંત મુલ્‍યવાન પદાર્થ છે. જે વ્‍હેલ માછલીના શરીરમાંથી મળે છે.સ્‍પર્મ વ્‍હેલ માછલી વાઇલ્‍ડ લાઇફ પ્રોટેક્‍શન ૧૯૭૨ હેઠળ પકડવી, મારવી તે સહિતની પ્રવળતિમાં સજાની થાય છે. તેને લઇને વન્‍ય વિભાગ દ્વારા દરિયામાં કાનુની ગતિવિધી રોકવા પેટ્રોલીંગ કરાય છે. પરંતુ હાલ શેત્રુંજી વન્‍ય વિભાગ ઊંઘતું ઝડપાયું હોય તેવું લાગી રહ્યું છે. શેત્રુંજી વિભાગના ઝઘ્‍જ્‍ જયંત પટેલે જણાવ્‍યું હતું કે, અમારી ટીમ મહિનામાં એક વખત કોસ્‍ટગાર્ડ સાથે પેટ્રોલીંગ કરે છે. હાલ બંન્ને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાશે. (રહીમ વસોયા-મહુવા)

(11:27 AM IST)