<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

ધોરાજીના ભુખી ગામે હસમુખભાઇ વાઘેલાનો ઝેરી દવા પી આપઘાત

બેતાલીસ વર્ષના યુવાને રાજકોટમાં દમ તોડયોઃ કારણ અકળ

રાજકોટ તા. ૨૯: ધોરાજીના ભુખી ગામે રહેતાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ભુખી ગામે રહેતાં હસમુખભાઇ નાથાભાઇ વાઘેલા (ઉ.વ.૪૨) નામના યુવાને ગઇકાલે સવારે નવેક વાગ્‍યે ગામની સીમમાં જઇ ઝેરી દવા પી લેતાં ધોરાજી સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ ગત મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આપઘાત કરનાર હસમુખભાઇ છુટક મજૂરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પોતે પાંચ બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં.

આપઘાતનું કારણ પરિવારજનો જાણતા ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણા, જયેન્‍દ્રસિંહ જાડેજા, તોૈફિકભાઇ જુણાચ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે ધોરાજી પોલીસને જાણ કરી હતી.

(4:06 PM IST)