<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

‘નોકરી આપો, નશો નહીં' મુન્‍દ્રામાં યુવક કોંગીનું હલ્લાબોલ

મુન્‍દ્રામાં વિરોધ પહેલાજ યુવક કોંગ્રેસના આગેવાનો, કાર્યકારોની અટકાયત : યુવક કોંગ્રેસના રાષ્‍ટ્રીય પ્રમુખ ઉદયભાનુ ચીબ, ગુજરાતના શશી સિંઘ, પ્રવક્‍તા અંજલિ ગોર સહિત દેશભરના યુવા નેતાઓ વિરોધમાં જોડાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : અમેરીકાના કથીત આક્ષેપોથી ફરી અદાણી ધેરાયુ છે ત્‍યારે કોંગ્રેસ પાર્ટી અદાણી મુદ્દે દેશભરમાં અલગ-અલગ વિરોધ પ્રદર્શન કરી રહી છે. ત્‍યારે મુન્‍દ્રામાં બેરોજગારી તથા અદાણી પોર્ટ પરથી પકડાતા ડ્રગ્‍સ મામલે યુવક કોગ્રેસે વિરોધ નોંધાવ્‍યો હતો. જો કે અદાણી ગેટ સામે વિરોધ માટે પહોંચે તે પહેલા તેમની અટકાયત કરવામાં આવી હતી.

રાષ્‍ટ્રીય નેતાઓ સાથે સ્‍થાનીક કોગ્રેસ દ્રારા અદાણીને ધેરવાના પ્રયત્‍નો છે. ત્‍યારે મુન્‍દ્રા સ્‍થિતી અદાણી કંપની દ્રારા સ્‍થાનીક લોકોને રોજગારી ન અપાતી હોવાના આક્ષેપ સાથે મુન્‍દ્રામાં કોગ્રેસના રાષ્‍ટ્રીય નેતાઓની હાજરીમાં કોગ્રેસે વિરોધ નોંધાવ્‍યો હતો અને ‘નોકરી આપો નશો નહીં' કેમ્‍પેન અતર્ગત આજે મુન્‍દ્રામાં કોગ્રેસે જાહેરસભાના આયોજન સાથે અદાણીના ગેટ સુધી પદયાત્રા કરી રસ્‍તા રોકવાનો પ્રયત્‍ન કર્યો હતો જો કે પોલીસે તેમનો કાર્યક્રમ નિષ્‍ફળ બનાવી ૩૦થી વધુ લોકોની અટકાયત કરી હતી.કોગ્રેસના યુવા રાષ્‍ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચીબજી એ હાજરીમાં મોટી સંખ્‍યામા કોગ્રેસના સ્‍થાનીક કાર્યક્રરો વિરોધમાં જોડાયા હતા. વિગતે વાત કરીએ તો મુન્‍દ્રા ખાતે ગુરૂવારે ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા નોકરી આપો નશો નહીં કેમ્‍પેન અતર્ગત  હોટલ ફનળની પાછળ સભા યોજાઈ હતી.કાર્યક્રમની શરૂઆતમાં રાષ્‍ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચીબજી પત્રકારો ને સંબોધન કર્યું હતું અને ડ્રગ્‍સ અંગે અદાણી કંપની પર ચાબખા માર્યા હતા તેમની સાથે ગુજરાત પ્રદેશના હરપાલસિંહ ચુડાસમા ,રાષ્‍ટ્રમાંથી આવેલા વૈશાલીબેન,રાષ્‍ટ્રીય પ્રભારી શશી સિંઘ ઉપસ્‍થિત રહ્યા હતા.આ અગાઉ પણ ભુજમાં કોગ્રેસે પત્રકાર પરિષદ કરી પોતાના મુન્‍દ્રા સહિતના ૩ કાર્યક્રરો જાહેર કર્યા હતા. અને અદાણી પર આકરા પ્રહારો કર્યા હતા સભામાં ગુજરાત પ્રદેશ અને રાષ્‍ટ્રીય કોંગ્રેસ નેતાઓનુ ભવ્‍ય સન્‍માન કરાયું હતું કાર્યક્રમમાં સ્‍વાગત પ્રવચન વિરમ ગઢવી અને બાદમાં હરિસિંહ જાડેજા એ કાર્યક્રમને અનુરૂપ વક્‍તવ્‍ય આપ્‍યુ હતુ.આગેવાનનુ સ્‍વાગત મુન્‍દ્રા કોંગ્રેસના વિરમ ગઢવી ,હરિસિંહ જાડેજા,નારાણ ગઢવી ,ઈમરાન જત,જાવેદ પઠાણ ,દેવેન્‍દ્રસિંહ જાડેજા ,રૂશ્રિરાજસિંહ જાડેજા ,સહિતના આગેવાનો એ કર્યું હતું.કાર્યક્રમમાં કચ્‍છ યુથ કોંગ્રેસના અભુ હિંગોરા,નીતેશ લાલણ ,અબરાર સમા ,રવિ ડાંગર ,મુસ્‍તાક સોઢા ,સહિત પ્રદેશ હોદેદારો ઉપસ્‍થિત રહ્યા હતા. સભામાં સંબોધનમાં રાષ્‍ટ્રીય પ્રભારી શશી સિંઘએ કહ્યું હતુ કે આ લડાઈ ડ્રગ્‍સ ની છે. આખા ગુજરાત માટે આ શર્મનાક છે. આપણા ભવિષ્‍ય સાથે ખીલવાડ થઇ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં આ લડાઈ ચાલુ રહેશે. અદાણી-મોદી સરકાર પર આકરા પ્રહારો કરાયા હતા ગુજરાત પ્રદેશના હરપાલસિંહ ચુડાસમા એ જણાવ્‍યું હતું કે અમારો વિકાસ સામે કોઈ વિરોધ નથી પરંતુ કચ્‍છ ગુજરાતનો ડ્રગ્‍સનો લેનડિંગ પાઇંટ બની ગયો છે.બેરોજગારો યુવાનો ની સંખ્‍યા વધી છે.આ લડાઈ કચ્‍છ થી કાશ્‍મીર સુધી લડવાની છે.ગુજરાત પ્રદેશના ઇન્‍દ્રવિજયસિંહ ગોહિલ એ જણાવ્‍યું હતું કે ગુજરાત યૂથ કોંગ્રેસના રાષ્‍ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચીબલએ અદાણી પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્‍યું કે કોઈ યુવાન બેરોજગાર બને છે. તો તેમનો પરિવાર મુશ્‍કેલીમાં મુકાય છ તેમણે જણાવ્‍યું કે દુનિયાના ઘણા દેશોએ અદાણી સાથે કોન્‍ટ્રાક્‍ટ કેન્‍સલ કર્યા છે.તેમણે ડ્રગ્‍સના કારોબાર સામે અવાજ ઉઠાવવાં લોકો ને આહવાન કર્યું હતું, સાથે ગુજરાત સહિત દેશમાં વધેલી દારૂની બદ્દી સામે સવાલો ઉઠાવ્‍યા હતા જેમાં અદાણી પોર્ટ પર આવેલા નશાના સામનનો ઉલ્લેખ કરી આકરા પ્રહારો કર્યા હતા આ સભામાં ઇરફાન રાયમા,ખાનજી સુરાજ ,ઇશાક કેર ,મહેન્‍દ્રસિંહ જાડેજા ,આરિફ રાઉમા ,મિત ગઢવી ,મીત જોશી ,વિશાલ ગઢવી ,હમજા સૈયદ,જયરાજસિંહ ઝાલા ,પી.આર.ગઢવી , ફકીરમામદ નોતીયાર,યશ આઉંતે ,સાવન ખાટરિયા ,હુસેન રાયમા ,ડો શૌકત,નરેન્‍દ્ર દૈયા ,ધૈર્ય ગોર ,દિલીપ મહેશ્વરી સંજય કેનીયા સહિત ના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા ગુજરાત કોંગ્રેસના પ્રવક્‍તા મુકેશ આંજણા તેમજ  કોંગ્રેસ પ્રવક્‍તા અંજલિ ગોર એ કાર્યક્રમનુ સંચાલન કર્યુ હતુ.

 દરમિયાન મુન્‍દ્રામાં વિરોધ દરમ્‍યાન કાર્યક્રમ સ્‍થળેથી ગુજરાત યૂથ કોંગ્રેસની સભા પૂર્ણ થતા યૂથ કોંગ્રેસના રાષ્‍ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ અને ગુજરાત જૂથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા તેમજ કોંગ્રેસના નેતાઓની હાજરીમાં ઝંડા સાથે રેલી નીકળી હતી વિવિધ સૂત્રોચ્‍ચારો સાથે આ રેલી સભા સ્‍થળથી ઝીરો પોઇન્‍ટ સુધી પહોંચી હતી અને ઝિરોપોઇન્‍ટથી થોડા અંતરે કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્‍ચે ઝપાઝપી થઇ હતી.અદાણીના ગેટ પાસે વિરોધ માટે જઇ રસ્‍તો રોકવાનુ આયોજન કરનાર કોગ્રેસી કાર્યક્રરોને પોલીસે વિરોધ પહેલાજ ડીટેઇન કર્યા હતા. કોગ્રેસના વિરોધ પહેલાજ પોલીસે આગેવાન તથા આગેવાની લેનાર પ્રમુખ ઉદયભાનુ સહિતના કોગ્રેસી કાર્યક્રરોની અટકાયત કરવામાં આવી હતી પોલીસે ૩૦ જેટલા લોકોની અટકાયત કરી બાદમાં તેમને મુક્‍ત કર્યા હતા.જો કે આ દરમ્‍યાન કોગ્રેસ તથા પોલીસ વચ્‍ચે ચકમકને કારણે રસ્‍તા પર ટ્રાફીકજામ થઇ ગયો હતો જો કે પોલીસે અટકાયતી પગલા લઇ અદાણી સામે રસ્‍તા રોકો સહિતના કાર્યક્રનને નિષ્‍ફળ બનાવ્‍યો હતો. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (વિનોદ ગાલા, ભુજ)

(1:27 PM IST)