News of Friday, 29th November 2024
ધર્માચાર્યોની વાતમાં રાજકારણીઓ પડશે તો અનેક કોૈભાંડ બહાર પાડીશઃ ગિરીશ કોટેચા સામે મહેશગીરી લાલચોળ
પૂર્વ મેયર સહિતના ગિરનાર ઉપર શોૈચાલય ન બનાવી શકે તો બીજુ શું કરી શકે? ભુતનાથ મહાદેવ મંદિરના મહંત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૯: જુનાગઢના ગિરનાર અંબાજી મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિરની ગાદી મુદે ડખ્ખો યથાવત છે. ત્યારે ભુતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરીએ જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચાને આ વિવાદમાં વચ્ચે ન આવવા સલાહ આપી છે. મહેશગીરીએ વધુમાં જણાવ્યુ છે કે, ગીરનાર પરિક્રમા વખતે એક નાની બાળા શોૈચાલય વગર ખુબજ હેરાન થઇ હતી. અને ડોળીવાળાઓ મદદે આવ્યા હતા. ભાજપના કોઇ આગેવાનોએ ગિરનાર ઉપર કોઇ વિકાસ કર્યો નથી.
આ ઉપરાંત પુનિતાચાર્યના શૈલેજાદેવીને પણ આ પ્રકરણમાં કંઇ ન બોલવા જણાવ્યા છે. અને તેની સામે આક્ષેપો કર્યા હતા.
જૂનાગઢના પૂર્વ મેયર ગિરીશભાઈ કોટેચાએ થોડા દિવસ અગાઉ ભગવાની લાજ જાળવવા અને શાંતી પૂર્વક સાધુઓએ સમાધાન કારી માર્ગ કાઢવાનો વિડીયો બનાવ્યો હતો તે બાબતે ચોખવટ કરતા મહેશગીરી બાપુએ જણાવ્યું હતુ કે, ભવનાથ મંદિર ગુરૂશિષ્ય પરંપરાનું છે ૫ યુ આદિ અનાદિ કાળથી છે આ મંદિરને ગિરીશ કોટેચાએ હડપવું હતુ, તેણે આ મંદિરને સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે તેમાં ટ્રસ્ટી બનવાની અરજી કરી હતી. મહેશગીરીબાપુએ ભારે આક્રોશ સાથે ચિમકી આપતા કહ્યું હતુ કે, ધર્માચાર્યોની વાતમાં રાજકારણીઓએ પડવું જોઈએ નહીં અને જો પડશે તો તેઓ અનેક કૌભાંડો બહાર લાવશે તેવી ચિમકી પણ આપી હતી.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
