<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

જામનગરના કપિલભાઇ કવાનું મગજનું ઓપરેશન કરાવવામાં આવ્‍યા બાદ મોત

ઘરમાં પડી જતાં ઇજા થઇ હતીઃ રાજકોટમાં દમ તોડયોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૯: જામનગરમાં રણજીત સાગર રોડ પર વસંત વાટીકમાં રહેતાં કપિલભાઇ રજનીભાઇ કવા (ઉ.વ.૪૬)નું મગજનું ઓપરેશન કરાવવામાં આવ્‍યા બાદ તબિયત બગડતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. તેમનું આજે સવારે મૃત્‍યુ થતાં પરિવામાં ગમગીની છવાઇ ગઇ હતી.

કપિલભાઇ કવા ગત ૨૦મી તારીખે ઘરમાં પડી જતાં ઇજા થઇ હતી અને પેરેલીસીસનો એટેક આવી ગયો હતો. જામનગર ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાવામાં આવતાં મગજનું ઓપરેશન કરવું પડે તેમ હોવાનો અભિપ્રાય આવતાં પરિવારજનોએ ઓપરેશન કરાવડાવ્‍યું હતું. પરંતુ બાદમાં કપિલભાઇની તબિયત વધુ લથડતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. અહિ આજે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીનારામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણા, જયેન્‍દ્રસિંહ જાડેજા, તોૈફિકભાઇ જુણાચ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે કાગળો કરી જામનગર પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર કપિલભાઇ એલ્‍યુમિનીયમ સેક્‍શનનું કામ કરતાં હતાં. તે બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

(1:27 PM IST)