<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

હાશ,મગફળી ઊપડી ગઇ,ખેતરો સાફ થઇ ગયા અને હવે ઘઉંનું વાવેતર થઇ ગયું

કેશોદ વિસ્‍તારના ખેડુતોએ હાશકારો અનુભવ્‍યો

(દિનુભાઇ દેવાણી દ્રારા)કેશોદ, તા.૨૯ માડે મોડે પણ આ વિસ્‍તારના ખેડુતોએ આખરે હાશકારો અનુભવ્‍યો છે ઊભેલી મગફળી ઊપડી લઇ ઘઊંનું વાવેતર ઝડપભરે શરુ કરી દીધુ છે મગફળી ઊપાડી ઘઊનું વાવેતર શરુ થઇ જતા ખેડુતો ઊપરનું મોટામાં મોટુ ટેન્‍શન હળવુ થઇ ગયું છે.

આ વિસ્‍તારના ખેડુતોના બે મુખ્‍ય પાક છે.મગફળી અને ઘઊં મગફળીનું વાવેતર ચોમાસામાં થાય છે અન ેઘઊનું વાવેતર શિયાળામા થાય છે. દિવાળી પહેલા ખેતરોમાં ઊભેલી મગફળી ઊપાડી તુરતજ ઘઊં નું વાવેતર થાય છે પરંતુ આ વરસે વરસાદ છેક છેલ્લે સુધી કહો કે દિવાળી સુધી લંબાયો હતો આથી આ મગફળી તાત્‍કાલિક ઊપાડવી જરૂરી બની ગયું હતું.

મગફળી ઊપાડવાની જરૂરીયાત હતી તે નક્કર હકિકત હતી. પરંતુ આકામ માટેના મજુરો મળતા ન હતા જે મંજુર  આ કામ માટે સામાન્‍ય દિવસોમાં ત્રણસો/ચારસો રૂામાં મળતા હતા એ મજુરોના ભાવ સાતસો રૂા સુધી પહોચ્‍યા હતા. આટલા રૂા. આપવા ઊપરાંત  બે ટાઇમ ચા/બપોરના રોટલા અને છાશ આપવાના અને એપણ સવારે નવ વાગે આવવાનું બપોરના જમવા માટે એક કલાકની રજા અને સાંજના છ થાય ત્‍યાં કામ પુરૂ.આટલું આપવા છતા બંને મંજુરો મળતા ન હતા સાંજે કે કાલ સવારે આવશુ અને સવારે પાછા ન આવે આવા અનુભવોખેડુતોને થયા હતા.દર વરસે મગફળીની સીઝન લેવા માટે બહારથી સંખ્‍યાબંધ મંજુરો આવતા પરંતુ આ વરસે આ પ્રમાણ ઘણું આછુ રહ્યું હતું જેથી એક તરફ ખેતરમાં ઊભેલીમગફળી તાત્‍કાલિક ઊપાડીે ખેતરો સાફ કરવાના અને મજુરો કયાંય મળે નહીં આ સ્‍થિતિ વચ્‍ચે ખેડુતો માટે આ કામગીરી ભારે મુશ્‍કેલ બની ગઇ હતી.

પરંતુ હવે આ પડકારજનક કામગીરી લગભગ પુરી થઇ ગયેલી છે બધા ખેતરો સાફ થઇ ગયા છે અને તેમની જગ્‍યાએ ઘઊંનું વાવેતરમાં કાંઇ વધારે માણસોની જરૂર ના પડે આજની આ સ્‍થિતિના કારણે સબંધ કર્તા ખેડુતોએ ભારે હાશકારો અનુભવ્‍યો છે.

(2:00 PM IST)