<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

નવેમ્‍બર પુરો થતાં જ રાત્રિના કડકડતી ઠંડીનો રાઉન્‍ડ શરૂ થશે

 

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૯ :.. શિયાળાની કડકડતી ઠંડીનો પ્રારંભ જો કે નવેમ્‍બરમાં જ શરૂ થઇ ચૂકયો હોય છે. પણ આ વેળા વિતેલા ચોમાસાની જેશ શિયાળાનો પ્રારંભ પણ મોડો શરૂ થયો છે. હાલ કાશ્‍મિર અને ઉત્તરના પર્વતીય વિસ્‍તારોમાં સ્‍થિત નવું વેસ્‍ટર્ન ડીસ્‍ટર્બન્‍સ હીમ વર્ષા વરસાવી જેવું આગળ નીકળી જશે કે તૂર્ત પવનોની દિશા બદલાઇ ઉત્તરના પવનો ગુજરાત તરફ વહેતા થશે અને આપણે ઠંડીનો ચમકારો અનુભવીશું.

સ્‍કાયર્મેટના એમ. ડી. મહેશ પલાવત અનુસાર ગુજરાતમાં એક-બે દિવસમાં જ રાત્રીના કડકડતી ઠંડીની અસર જોવા મળશે

(2:01 PM IST)