News of Friday, 29th November 2024
પોરબંદર મેર સમાજનો વારસો-સંસ્કૃતિનું જતન કરતા ભરતભાઇ ઓડેદરા
મેર સમાજના ૮૦થી વધુ પુસ્તકો અને પ૦ જેટલી સીડી-ડીવીડીમાં ફોટા તથા ઉપયોગી માહિતીના અખબારી કટીંગોનો સંગ્રહ

પોરબંદર તા. ર૯: મેર સમાજના ૮૦ થી વધુ પુસ્તકો અને પ૦ જેટલી સીડી ડીવીડીમાં મેર સમાજ સંસ્કૃતિના ફોટા તેમજ અખબારમાં સમાજ વિશે પ્રસિધ્ધ થયેલા અખબારી કટીંગનો સંગ્રહ ભરતભાઇ ઓડેદરા (રાણાવાવ) ધરાવે છે. મેર સમાજની ઉપયોગી માહિતીનો સંગ્રહ કરીને ભરતભાઇ સાચા અર્થમાં મેર સમાજના વારસો-સંસ્કૃતિનું જતન કરી રહ્યાં છે.
રાણાવાવના ભરતભાઇ ઓડેદરા છેલ્લા ૩પ (પાંત્રીસ) વર્ષથીફ મહેર સમાજના પુસ્તકો, દૈનિક પેપર કટીંગ, સીડી-ડીવીડી કેસેટો તથા સુકલ્પ મેગેઝીનના બધા અંકો તથા મહેર એકતાના બધા અંકે તથા મહેર સમાજના આગેવાનો સાથે સંયુકત ફોટા (આશરે ૪૦૦ ફોટા) નો સંગ્રહ કરેલ છ.ે ન્યુઝ પેપરોમાં ભરતભાઇના આર્ટીકલ (લેખ) છપાઇ છે.તેઓ અનેક યુવક/યુવતિઓને પીએચડી ઉપયોગી માહિતિ ભરતભાઇએ આપેલ છે. જે ભવિષ્યમાં પણ આ સંગ્રહ સમાજ માટે ઉપયોગી બનશે.
મહેર સમાજના પ્રથમ સંગ્રહકાર ભરતભાઇ છેલ્લા ૩પ (પાંત્રીસ) વર્ષથી મહેર સમાજનો વારસો, સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે.
હાલ ભરતભાઇ મહેર સુપ્રિમ કાઉન્સીલની ઓફીસમાં ફરજ બજાવી રહ્યા છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
