News of Friday, 29th November 2024
વિવાદ વચ્ચે જુનાગઢના ૩ મંદિરના વહીવટદાર તરીકે મામલતદારની નિમણુંક :જુઓ વિડિઓ
પૂ.તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ મહેશગીરીબાપુ અને હરીહરગીરીબાપુ વચ્ચેના વિવાદમાં કલેકટર અનિલકુમાર રાણાવસીયાની જાહેરાત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૨૯: બે સંતોના વિવાદ વચ્ચે જુનાગઢમાં અંબાજી મંદીર, ભીડ ભંજન મહાદેવ મંદીર અને દત્તાત્રેય મંદીરમાં વહીવટદાર તરીકે માલતદારની નિમણુંક કલેકટર દ્વારા કરાઇ છે.
તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ શરૂ થયેલા ગાદીના વિવાદને લઇને જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. અને જણાવ્યુ હતું કે તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ અંબાજી મંદિર, ગુરૂ દત્તાત્રેય શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંતની જગ્યા ખાલી પડી છે.
૧૯૮૩ માં તનસુખગીરી બાપુની મહંત તરીકે નિયુક્તિ થઈ હતી, વીલના આધારે નિયુક્તિ થઇ છે. હાલની સ્થિતિએ જૂનાગઢ શહેરના મામલતદાર ની ત્રણેય જગ્યાના વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. હરીગીરી બાપુની નિમણૂક શરતોને આધારે થઈ છે કે કેમ તેની તપાસ ચાલુ છે રૂપિયાની લેવડદેવડ નો પત્ર વર્ષ ૨૦૨૧ નો છે જેમાં ઉંડાણપૂર્વક નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે, પત્રના ઉદભવ સ્થાન અંગે તપાસ થશે જરૂર પડે FSL ની મદદ લેવાશે
સમગ્ર મામલે સરકાર ગંભીરતા દાખવી રહી છે, હાલ શરતો મુજબ કામગીરી થાય છે કે કેમ તેની તપાસ ચાલુ છે તપાસ પૂર્ણ થયે હકીકત બહાર આવશે, ત્યારબાદ જ કાર્યવાહી કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે ગઇકાલે સરકારના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય સંજય કોરડીયા અને શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા એ મહેશગીરી બાપુ અને હરીગીરી બાપુ સાથે કરી હતી બંધ બારણે બેઠક કરી હતી અને સરકાર દ્વારા યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવતાં બંને સંતોએ સહમતી દર્શાવી હતી તેમ અનિલકુમાર રાણાવસીયા કલેકટર જુનાગઢએ જણાવ્યું હતું.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
