<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

ધોરાજી તાલુકાના તોરણીયા ગામે યુવતીની નિર્મમ હત્યા :અજાણ્યા યુવકે ગળું કાપીને રહેંસી નાખી .

શહેર અને તાલુકામાં પોલીસની કોઈ ભડક ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીના તોરણીયા ગામ ખાતે 21 વર્ષની યુવતીનું ગળું કાપીને હત્યા કરવામાં આવતા સમગ્ર શહેર અને તાલુકામાં ભારે ચર્ચા આપી ગઈ હતી

   ધોરાજી શહેર અને તાલુકામાં કાયદો અને વ્યવસ્થા કથળી જતા જાહેરમાં ધોરાજી તાલુકાના તોરણીયા ગામ ખાતે અજાણ્યા યુવકે ત્યાંથી પસાર થતી મજૂરી કામ કરતી હરમિત જીવનલાલ ડાભી (ઉંમર વર્ષ 21 )(રહે રાયધરા ના ફૂલ પાસે સુપેડી તાલુકો ધોરાજી )યુવતીને કોઈ અગમ્ય કારણસર ગળાના ભાગે શરીરના ઘા લગાવી ગળું કાપી નાખતા ઘટના સ્થળે લોહી લોહાણ હાલતમાં પડી જતા સ્થાનિકના લોકો ભેગા થઈ જતા તાત્કાલિક 108 ને બોલાવી હતી અને તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ જ્યાં તબીબો એ યુવતી ને મૃત જાહેર કરી હતી 

   ધોરાજી તાલુકા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી જતા યુવતીના તપાસ કરતા એમનો આધાર કાર્ડ મળી આવ્યું હતું જે આધાર કાર્ડ ઉપર થી યુવતી ની ઓળખ થઈ હતી જેમાં તેનું નામ હતું હરમિત જીવનલાલ ડાભી ઉંમર વર્ષ ૨૧ રહે રાયધરા પુલ પાસે સુપેડી તાલુકો ધોરાજી અને ખેત મજૂરી કામ કરતી હોય તેવું જાણવા મળ્યું હતું પરંતુ કયા યુવકે છરી મારી અને કયા કારણોસર હત્યા કરી તે બાબતે હજુ સુધી જાણવા મળ્યું નથી આ બાબતે પોલીસ ઝીણવટ ભરી તપાસ કરી રહી છે

હત્યા નું કારણ અકબંધ ધોરાજી તાલુકા પોલીસ એ વધુ તપાસ હાથ ધરી છે
ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડેલ છે જે આ પોલીસ મૃતકના પરિવારજનોનું નિવેદન નોંધીને ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે

(9:12 PM IST)